ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bihar : તૂટેલા ટ્રેક પરથી પસાર થઇ Vaishali Express અને પછી...

Bihar માં તૂટેલા ટ્રેક પરથી પસાર થઈ વૈશાલી એક્સપ્રેસ અધિકારીઓને જાણ થતા ટ્રેનોને રોકી દેવામાં આવી હતી ટ્રેક બદલાયા બાદ ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના બિહાર (Bihar)માં એક મોટી ઘટના ટળી છે. અહીં મુસાફરોને લઈ જતી વૈશાલી એક્સપ્રેસ...
10:10 AM Oct 09, 2024 IST | Dhruv Parmar
  1. Bihar માં તૂટેલા ટ્રેક પરથી પસાર થઈ વૈશાલી એક્સપ્રેસ
  2. અધિકારીઓને જાણ થતા ટ્રેનોને રોકી દેવામાં આવી હતી
  3. ટ્રેક બદલાયા બાદ ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના

બિહાર (Bihar)માં એક મોટી ઘટના ટળી છે. અહીં મુસાફરોને લઈ જતી વૈશાલી એક્સપ્રેસ (Vaishali Express) તૂટેલા ટ્રેક પરથી પસાર થઈ હતી. હદ તો ત્યાં થઇ કે આ બાબતની જાણ ટ્રેન પસાર થઇ ગયા પછી થઇ. સદનસીબે ટ્રેનને પસાર થતી વખતે કોઈ નુકસાન થયું નહતું. પરંતુ જયારે રેલ્વે અધિકારીઓને આ વાતની જાણકારી મળી ત્યારે તેઓ ચોંકી ગયા હતા.

ટ્રેકમાં આ જગ્યાએ પડી તિરાડ...

પ્રાપ્ત માહિતી અનુસાર, બેગુસરાઈ-ખાગરિયા રેલવે સેક્શન પર દાનૌલી ફુલવારિયા અને લાખો સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક તૂટી ગયો હતો. રેલ્વે ફાટક નંબર 41 પાસે આવેલા કિલોમીટર નંબર 154/5-7માં રેલ્વે ટ્રેકમાં તિરાડ પડી હતી, જેની કોઈને જાણ ન હતી અને મુસાફરોથી ભરેલી વૈશાલી એક્સપ્રેસ (Vaishali Express) ટ્રેન આ તૂટેલા ટ્રેક પરથી પસાર થઈ હતી.

આ પણ વાંચો : Jammu and Kashmir : ચૂંટણી પરિણામો આવતા જ આતંકીઓ સક્રિય, 2 જવાનોનું અપહરણ...

ઘણી ટ્રેનો અડધો કલાક ઉભી રહી હતી...

સદનસીબ છે કે, કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી નહીંતર હજારો લોકોના જીવ ગયા હોત. જોકે, અધિકારીઓને ટ્રેકમાં તિરાડ હોવાની માહિતી મળતાં જ આ રૂટ પરની ટ્રેનોનું સંચાલન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના કારણે લગભગ અડધો કલાક સુધી માર્ગ ખોરવાઈ ગયો હતો. વૈશાલી એક્સપ્રેસ (Vaishali Express) ટ્રેન પસાર થયા બાદ તે જ ટ્રેક પરથી પસાર થતી તિનસુકિયા-રાજેન્દ્ર નગર એક્સપ્રેસ ટ્રેનને લાલ ઝંડો બતાવીને રોકી દેવામાં આવી હતી. આ સાથે રાજ્યરાણી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો વિવિધ સ્ટેશનો પર ઉભી રહી હતી. ટ્રેક બદલાયા બાદ તમામ ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Haryana :"નામ...જલેબી બાઇ " કામ થઇ ગયું BJPનું..જાણો માતુરામની જલેબીનો ભાવ

Tags :
BiharBIhar Newscrack track in biharGujarati NewsIndiaindian railNationalRailwayVaishali Express
Next Article