Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bihar Heat Wave : શાળાના બાળકો થઇ રહ્યા છે બેભાન, કોઇને નાકમાંથી લોહી નીકળ્યું તો કોઇને થઇ રહી છે ઉલ્ટી

Bihar Heat Wave : ઉનાળાનો કહેર ચરમસીમાએ છે. દેશભરમાં ગરમી સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) હોય કે બિહાર (Bihar), બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક આકરી ગરમી (Extreme Heat) થી પરેશાન છે. આકાશમાંથી વરસી રહેલી આ આકરી ગરમી...
02:50 PM May 29, 2024 IST | Hardik Shah
Bihar Heat Wave

Bihar Heat Wave : ઉનાળાનો કહેર ચરમસીમાએ છે. દેશભરમાં ગરમી સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) હોય કે બિહાર (Bihar), બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક આકરી ગરમી (Extreme Heat) થી પરેશાન છે. આકાશમાંથી વરસી રહેલી આ આકરી ગરમી (Extreme Heat) ના કારણે બિહારની એક શાળાના વિદ્યાર્થીઓ બેભાન (Unconscious) થઇ ગયા હતા. ઘણા બાળકો એવા પણ છે કે જેઓ ઝાડા-ઊલટી (diarrhea and vomiting) ની ફરિયાદ કરી રહ્યા છે. એવું નથી આ પહેલીવાર ઘટના બની છે, છેલ્લા બે દિવસથી અનેક ફરિયાદો સતત મળી રહી છે.

ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ થયા પરેશાન

તાપમાનમાં સતત થઇ રહેલા વધારાના કારણે નાગરિકોને ખૂબ જ તકલીફો થઇ રહી છે. બુધવારે, બિહારના શેખપુરામાં સ્થિત એક સરકારી શાળાની ઘણી વિદ્યાર્થીનીઓની તબિયત ગરમીના કારણે અચાનક બગડી હતી. તમામ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શાળા પ્રશાસનનું કહેવું છે કે ભારે ગરમીના કારણે વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક બગડી હતી. જણાવી દઇએ કે, અરિયારી બ્લોકની માનકૌલ મિડલ સ્કૂલમાં અચાનક વિદ્યાર્થીનીઓ બેભાન થઈને પડી ગઈ, જેના કારણે શાળા સંચાલકો ડરી ગયા હતા. સૌ પ્રથમ, બાળકોને શાળામાં બેસાડ્યા પછી, તેમને પંખાથી હવા મળે તે કરવામાં આવ્યું અને ઇલેક્ટ્રોલાઇટ વગેરે મિશ્રિત પાણી આપવામાં આવ્યું. શાળા પ્રશાસને તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જાણ કરવા છતાં એમ્બ્યુલન્સ ન આવતાં તમામ બાળકોને ખાનગી વાહનમાં સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે વિદ્યાર્થિનીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તબીબોનું માનવું છે કે આકરી ગરમીના કારણે યુવતીઓ બેહોશ થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીઓની અન્ય તપાસ પણ ચાલી રહી છે. જો બધુ બરાબર રહેશે તો થોડા સમય બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

બાળકો અને રસોઈયાઓની હાલત કફોડી બની

બિહારના બાંકામાં બુધવારે તીવ્ર ગરમી વચ્ચે, શાળાઓમાં ઘણા વિદ્યાર્થીઓ અને રસોઈયાઓની હાલત ખરાબ થવા લાગી છે. યુએમએસ લલવામોર શંભુગંજમાં, હીટસ્ટ્રોકને કારણે એક રસોઈયા બેભાન થઈ ગયો હતો. ગરમીના કારણે મિડલ સ્કૂલ બૈદપુર અને મિડલ સ્કૂલ મિરઝાપુરના વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. બાંકા સદર બ્લોકની લીલાગોડા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો, સદર બ્લોકના એનપીએસ કકનાના વિદ્યાર્થી આયુષ કુમારના નાકમાંથી લોહી નીકળવાની ફરિયાદ સામે આવી છે. બેલ્હાર બ્લોકની વિવિધ શાળાઓની 2 વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ હતી અને તેમને સારવાર માટે બેલ્હાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી.

પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ

બાંકા જિલ્લાના બૌંસી હેઠળની એલએનડી પ્રોજેક્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પરીક્ષા આપી રહેલી ધોરણ 9ની બે વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક બગડી ગઈ હતી. ગરમીના કારણે બંને યુવતીઓએ ઉલ્ટીની ફરિયાદ કરી અને પછી બેભાન થઈ ગઇ હતી. શાળામાં શિક્ષકો તેને ઉતાવળે પહેલા માળેથી નીચે લાવ્યા અને તેના ચહેરા પર પાણી છાંટ્યું. વિદ્યાર્થીઓના માતા-પિતા સોની કુમારી અને જ્યોતિ કુમારી, જેઓ બરમાનિયાના રહેવાસી છે, તેમને બોલાવવામાં આવ્યા હતા અને બંને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Hyderabad : બાળકો વેચવાના રેકેટનો પર્દાફાશ, દિલ્હી-પુણેથી ચોરી કરતા હતા, 11 ને બચાવાયા…

આ પણ વાંચો - વધુ એક દુર્ઘટના! પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી, 4 ના મોત

Tags :
Admitted to Hospital in Shekhpurabanka school newsBanka temperature todaybanka weather newsBihar Heat WaveBihar me barishBihar me garmiBIhar NewsBihar Schoolbihar school newsbihar temperature todaybihar weather newsbleeding from the noseGujarat Firstheat waveSchool children unconsciousStudents Health DeterioratedStudents Vomiting
Next Article