Rajkot Game Zone Tragedy: અગ્રિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, ગુજરાત ફર્સ્ટ પાસે આવી ઘટનામાં ગુમ થયેલા લોકોની યાદી
Rajkot Game Zone Tragedy: રાજકોટ હત્યાકાંડમાં અત્યાર સુધીમાં 33 લોકો ભડથું થયાના સમાચાર સામે આવ્યા છે. જો કે, હજી પણ કેટલાય લોકો લાપતા હોવાની જાણકારી સામે આવી છે. તમને જણાવી દઇએ કે, રાજકોટ ગેમઝોનને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ફર્સ્ટ પાસે લાપતા લોકોની યાદી આવી છે. નોંધનીય છે કે, આ ઘટનાએ આખા રાજ્યને હિબકે ચડાવ્યું છે. પરિવારજનો પણ હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે.
અગ્નિકાંડમાં ગુમ થયેલા લોકોની યાદી | |
નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉંમર 23 વર્ષ) | સત્યપાલસિંહ જાડેજા (ઉંમર 17) |
પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ | શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉંમર 17) |
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા | જયંત ગોટેચા |
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉંમર 15 વર્ષ) | સુરપાલસિંહ જાડેજા |
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉંમર 15 ) | નમનજીતસિંહ જાડેજા |
સુનિલભાઈ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉંમર 45) | મિતેશ બાબુભાઈ જાદવ (ઉંમર 25) |
ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉંમર 35) | ઓમદેવસિંહ ચુડાસમા (ઉંમર 35) |
અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉંમર 24) | વિરેન્દ્રસિંહ |
ખ્યાતિબેન સાવલીયા (ઉંમર 20) | કાથડ આશાબેન ચંદુભાઇ (ઉંમર 18) |
હરિતાબેન સાવલીયા (ઉંમર 24) | રાજભા પ્રદિપસિંહ ચૌહાણ |
વિશ્વરાજસિંહ જાડેજા (ઉંમર 23) | રમેશ કુમાર નસ્તારામ |
કલ્પેશભાઈ બગડા | સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા |
સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા | મોનુ કેશવ ગૌર |
નિરવ રસિકભાઈ વેકરીયા (ઉંમર 20) |
અગ્નિકાંડમાં અત્યારે 33 લોકોના મોત થયા
મળતી જાણકારી પ્રમાણે અગ્નિકાંડમાં અત્યારે 33 લોકોના મોત થયા છે. પરંતુ આ હજી ચોક્કસ આંકડો નથી કારણ કે, મોતનો આંકડો વધી શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હજી પણ 25થી વધારે લોકો લાપતા છે. જેની પરિવારજનો રાહ જોઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પાસે અગ્નિકાંડમાં ગુમ થયેલા લોકોની યાદી આવી છે.
મીટ માંડીને બેઠા છે પરિવારજનો સ્વજનોની
આ લોકોના પરિવારજનો મીટમાંડીને બેઠા છે કે, તેમનું મોં તો જોવા મળે! સ્વાભાવિક છે કે, કાલ રાત્રે લાગેલી આગમાં ગુમ થયા છે તો જીવતા હોવાનું અનુમાન લગાવી શકાય નહીં પરંતુ મરી ગયા હશે એવું પણ ના કહીં શકાય. મૂળ વાત એવી છે કે, આ લોકોની ભાળ ક્યારે મળશે? શું તેઓ જીવતા હશે? શું તેમની ભાળ મળશે કે કેમ? આવી અનેક સવાલે કરી શકીએ અને આશા રાખી શકાય કે,કોઈનો જીવ બચી જાય.