Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય શેર બજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો રુપિયા ધોવાયા

ભારતીય શેરબજારમાં જોરદાર ધોવાણનો માહોલ સેન્સેક્સ 676 પોઈન્ટ તૂટી 65,782 પર બંધ નિફ્ટી 207 પોઈન્ટ તૂટી 19,526 પર રહ્યો બંધ અમેરિકાની સોવેરિયન રેટિંગ ઘટાડવાની અસર રેટિંગ એજન્સી ફિંચે ઘટાડ્યું અમેરિકાનું રેટિંગ અમેરિકાનું રેટિંગ ઘટવાની અસર ભારત પર સેન્સેક્સ-નિફ્ટી 3...
04:46 PM Aug 02, 2023 IST | Hiren Dave

 

ભારતીય શેર બજારમાં (Indian Stock Market) આજે બુધવારનો દિવસ બરબાદીનો દિવસ સાબિત થયો છે. આજે માર્કેટમાં જોરદાર કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપ્તિતિમાં કરોડો રુપિયાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાના (America) રેટિંગ ડાઉનગ્રેડની અસર વિશ્વભરના શેરબજારો પર જોવા મળી હતી. એશિયન અને યુરોપિયન બજારોમાં ભારે ઘટાડાથી ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી.

 

દિવસના કારોબારમાં સેન્સેક્સ 1,000 અને નિફ્ટી 300 પોઈન્ટ તૂટ્યા હતા. સેન્સેક્સ 66,000ની નીચે સરકી ગયો. બજાર નીચલા સ્તરેથી 400 પોઈન્ટની નજીક રિકવર થયું, છતાં BSE સેન્સેક્સ 676 પોઈન્ટના ઘટાડા સાથે 65,782 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207 પોઈન્ટના ઘટાડા સાથે 19,514 પોઈન્ટ પર બંધ થયો.

 

તમામ સેક્ટરમાં ઘટાડા  નોંધાયો

આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 1.21 ટકા, એનર્જી 1.61 ટકા, ઓટો 1.64 ટકા, આઇટી 0.81 ટકા, ફાર્મા 0.19 ટકા, મેટલ્સ 2.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીનો મિડ કેપ ઇન્ડેક્સ 1.24 ટકા અને સ્મોલ કેપ 1.73 ટકા ઘટીને બંધ થયો હતો.

 

શેરબજાર કેમ ઘટ્યું

ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે યુએસ ક્રેડિટ રેટિંગ AAA થી ઘટાડીને AA કર્યું છે. રેટિંગ એજન્સીએ આગામી ત્રણ વર્ષ સુધી અમેરિકાની નાણાકીય સ્થિતિમાં કથળવાની આશંકા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં ગવર્નન્સના ધોરણમાં ઘટાડો થયો છે, જેમાં નાણાકીય અને દેવા સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. ફિચના આ નિર્ણયથી એશિયન અને યુરોપિયન શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી હતી. પિચના રેટિંગ ડાઉનગ્રેડની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી છે.

આ  પણ  વાંચો -શું તમારી પાસે છે સ્ટાર નિશાનની 500 ની નોટ,જાણો RBIનો આ નિયમ

 

Tags :
Bank Niftybreaking newsBSEMarket capitalizationNiftyNSESensexStock MarketStock Market Crash
Next Article
Home Shorts Stories Videos