Amreli જિલ્લા ભાજપ પ્રમુખને લઇ મોટા સમાચાર સામે આવ્યા
- અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદે અતુલ કાનાણીની વરણી
- પ્રદેશ ભાજપના નિરીક્ષક રાજેશ ચુડાસમાએ અતુલ કાનાણીનું નામ કર્યું જાહેર
- અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે અતુલ કાનાણીની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના નિરીક્ષક રાજેશ ચુડાસમાએ નામ જાહેર કર્યું છે. તેમાં અગાઉ અતુલ કાનાણી જિલ્લા પ્રમુખ પદે રહી ચૂક્યા છે. જેમાં અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો છે.
16માંથી 14 નગરપાલિકામાં પ્રમુખ પદે સત્તાનું સુકાન મહિલાઓને સોંપાયું
સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી તથા દ્વારકા જિલ્લાની 16 નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી સંપન્ન થઇ તેમાં 15 પાલિકામાં ભાજપે જ્યારે દ્વારકા જિલ્લાની સલાયા પાલિકામાં કોંગ્રેસે બહુમતિ મેળવી છે. આ તમામ 16 નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 16માંથી 14 નગરપાલિકામાં પ્રમુખ પદે સત્તાનું સુકાન મહિલાઓને સોંપાયું છે. જ્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની એક બેઠકની ચૂંટણી બાકી હોવાથી તે પૂર્ણ થયા બાદ હોદેદારોના નામો જાહેર થશે.
રાજકોટ જિલ્લાની જેતપુર પાલિકામાં પ્રમુખ પદે મેનાબેન રાજેશભાઇ ઉસદડિયા, ઉપપ્રમુખ પદે સ્વાતિબેન સંજયભાઇ જોટાંગિયા અને કારોબારી ચેરમેનપદે વિજયભાઇ મનસુખભાઇ ગુજરાતીની વરણી થઇ છે.
અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકામાં પ્રમુખ તરીકે દયાબેન જમોડ
અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકામાં પ્રમુખ તરીકે દયાબેન જમોડ, ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ ધોળકિયા અને કારોબારી ચેરમેન તરીકે પારૂલબેન ડેરની વરણી થઇ છે. રાજુલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઇ દવેની તથા ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઇ વાઘની વરણી કરવામાં આવી છે. જાફરાબાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઇ બારૈયા અને ઉપપ્રમુખ તરીકે નીરવભાઇ ઠાકરની વરણી કરવામાં આવી છે. ચલાલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે નયનાબેન વનરાજભાઇ વાળા, ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઇ માલવીયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેન સોલંકીની વરણી કરવામાં આવી છે.
ધ્રોલ નગરપાલિકાના નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવશે
મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડિમ્પલબેન સોલંકી, ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણીની વરણી થઇ છે. જ્યારે હળવદ પાલિકામાં પ્રમુખ તરીકે ફોરમબેન વિશાલભાઇ રાવલ તથા ઉપપ્રમુખ તરીકે સતીષભાઇ પટેલની વરણી થઇ છે. જામનગરની કાલાવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલભાઇ રાખોલીયા, ઉપપ્રમુખ પદે દયાબેન રમેશભાઇ ઝાપડાની તથા કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઇ ઝિંઝુવાડીયાની વરણી કરવામાં આવી છે. જામજોધપુર પાલિકામાં પ્રમુખપદ માટે કંચનબેન રમેશગીરી ગોસ્વામીની, ઉપપ્રમુખ પદે દિલીપભાઇ જાવીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક ઉમેદવારનું અવસાન થતાં એક બેઠકની ચૂંટણી બાકી રહી હતી. અને હવે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધ્રોલ નગરપાલિકાના નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો: Sensex : તોફાની શરૂઆત... પછી અચાનક બજાર ગબડ્યું, Stock Market એ ફરી ચોંકાવ્યા