Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICCની મોટી જાહેરાત, T20 વર્લ્ડકપ વિજેતા ટીમને મળશે આટલા રૂપિયા!

ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની કરી જાહેરાત વિજેતાને આટલા કરોડો રૂપિયા મળશે મહિલાઓને ઈનામી રકમમાં134 % વધારો કર્યો Women T20 World Cup Prize Money:મહિલા T20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ICCએ...
iccની મોટી જાહેરાત  t20 વર્લ્ડકપ વિજેતા ટીમને મળશે આટલા રૂપિયા
  • ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની કરી જાહેરાત
  • વિજેતાને આટલા કરોડો રૂપિયા મળશે
  • મહિલાઓને ઈનામી રકમમાં134 % વધારો કર્યો

Women T20 World Cup Prize Money:મહિલા T20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ICCએ UAEને વર્લ્ડકપ 2024 ના આયોજનની જવાબદારી સોંપી છે. પ્રથમ મેચ 3 ઓક્ટોબરે રમાશે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાવાની છે. જો કે આ દરમિયાન ICCએ એક મોટી જાહેરાત કરી છે. ICCએ જાહેરાત કરી છે કે ચેમ્પિયન ટીમ અને રનર અપ ટીમને કેટલા પૈસા મળશે. અગાઉની સરખામણીમાં ઈનામની( Women T20 World Cup Prize Money)રકમમાં 225 ટકાનો વધારો થયો છે.

Advertisement

વિજેતાને આટલા કરોડો રૂપિયા મળશે

ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે અંદાજે $7,958,000 (રૂ. 66,64,72,090 કરોડ) ફાળવવાની જાહેરાત કરી છે, જે છેલ્લી સિઝનની રકમ કરતાં બમણી છે. વિજેતા ઈનામી રકમમાં પણ 134%નો વધારો કરવામાં આવ્યો છે અને વિજેતા ટીમને હવે $2,340,000 (અંદાજે રૂ. 19,59,88,806 કરોડ) મળશે. જ્યારે ઉપવિજેતા ટીમને $1170000 (અંદાજે 9,79,78,432 કરોડ રૂપિયા) મળશે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Advertisement

મહિલાઓને પુરૂષો જેટલી જ ઈનામી રકમ મળશે

ICCના નિવેદન અનુસાર, મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ પહેલી ICC ટૂર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરૂષો જેટલી ઈનામી રકમ મળશે, જે રમતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે. જુલાઈ 2023માં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે ICC બોર્ડે તેના અગાઉના નિર્ધારિત 2030 શેડ્યૂલ કરતાં સાત વર્ષ આગળ ઈનામની રકમ સમાન કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ક્રિકેટ એ પ્રથમ મોટી રમત બની છે જેમાં વિશ્વ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે સમાન ઈનામી રકમ હોય છે. ભારતીય પુરૂષ ટીમને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 23 લાખ 40 હજાર યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.

આ પણ  વાંચો -Arjun Tendulkar :સચિન તેંડુલકરના પુત્રએ કર્યો કમાલ! 9 વિકેટ લઈને ટીમને અપાવી જીત

Advertisement

ICCએ ઈનામની રકમમાં વધારો કર્યો

ICCએ ઈનામની રકમમાં અગાઉની સરખામણીમાં 225 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય ટાઇટલ વિજેતા ટીમને પહેલા કરતા 134 ટકા વધુ પૈસા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે, રનર અપ ટીમને પણ પહેલા કરતા 134 ટકા વધુ પૈસા મળશે. સેમિફાઇનલમાં પહોંચનારી ટીમને 221 ટકા વધુ પૈસા મળશે. તે જ સમયે, ગ્રુપ સ્ટેજમાં ભાગ લેનારી ટીમોની સંખ્યામાં 78 ટકાનો વધારો થયો છે.

આ પણ  વાંચો -Asian Champions Trophy :સેમીફાઈનલમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત

દુબઈમાં યોજાશે ટૂર્નામેન્ટ

ભારતીય મહિલા ટીમ તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે રમશે, જ્યાં તેનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે ICCએ T-20 મહિલા વર્લ્ડકપ 2024 ના આયોજનની જવાબદારી બાંગ્લાદેશને આપી હતી. પરંતુ રાજકીય સંકટના કારણે ટૂર્નામેન્ટ યુએઈમાં શિફ્ટ કરવામાં આવી છે. ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે.

Tags :
Advertisement

.