Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhuj : ચોકલેટની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે કુકર્મ કરનારાને આકરી સજા, ફટકારાયો આટલો દંડ

6 વર્ષની બાળકી સાથે કુકર્મ કરનારાને 7 વર્ષની સજા  ચોકલેટ આપવાની લાલચ આપી શારિરીક અડપલાં કર્યા હતા અલગ-અલગ કલમ હેઠળ કુલ રૂ. 30 હજારનો દંડ ફટકારાયો રાજ્યમાં દુષ્કર્મ કેસમાં આરોપીઓને સખત સજા ફટકારવામાં આવી રહી છે. ગૃહ વિભાગનાં આદેશ...
bhuj   ચોકલેટની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે કુકર્મ કરનારાને આકરી સજા  ફટકારાયો આટલો દંડ
  1. 6 વર્ષની બાળકી સાથે કુકર્મ કરનારાને 7 વર્ષની સજા 
  2. ચોકલેટ આપવાની લાલચ આપી શારિરીક અડપલાં કર્યા હતા
  3. અલગ-અલગ કલમ હેઠળ કુલ રૂ. 30 હજારનો દંડ ફટકારાયો

રાજ્યમાં દુષ્કર્મ કેસમાં આરોપીઓને સખત સજા ફટકારવામાં આવી રહી છે. ગૃહ વિભાગનાં આદેશ અને પોલીસની ઝડપી કાર્યવાહીને પગલે રાજ્યમાં દુષ્કર્મ પીડિતોને ઝડપી ન્યાય મળી રહ્યો છે. ત્યારે, હવે ભુજમાં (Bhuj) 5 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાં કરીને હવાનિયત ભર્યું કૃત્ય કરનારા 50 વર્ષનાં નરાધમને ભુજની કોર્ટે 7 વર્ષની સજા સાથે 30 હજારનો દંડ ફટકાર્યો છે.

Advertisement

આ પણ વાંચો - BJP 'સદસ્યતા અભિયાન' નાં નામે જનતા સાથે છેતરપિંડી કરે છે : કોંગ્રેસ

ચોકલેટ આપવાની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે અડપલાં કર્યાં

કેસની હકીકત મુજબ, ગત 14 ફેબ્રુઆરી 2023 નાં રોજ ભુજનાં (Bhuj) શેખ ફળિયામાં રહેતી 5 વર્ષની બાળકી બાલ મંદિરેથી ઘર તરફ આવી રહી હતી. ત્યારે મૂળ ઉત્તરપ્રદેશનો (Uttar Pradesh) અને હાલ ભુજમાં પાન-બીડીની દુકાન ચલાવતા આરોપી હિરાલાલ રામબહાદુર જાદવ (ઉ.વ.50) નામનાં આરોપીએ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને દુકાનની અંદર લઇ ગયો હતો અને પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકીનાં શરીરનાં ભાગે અડપલાં કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Bharuch : મુમતાજ પટેલ અને ભૂષણ ભટ્ટ સામસામે! સો. મીડિયા પર જામ્યું વાક્યયુદ્ધ!

Advertisement

આરોપીની 7 વર્ષની સજા 30 હજારનો દંડ ફટકારાયો

ઘરે આવેલી દીકરીનાં કપડા બદલતી વખતે શરીરનાં અલગ-અલગ ભાગે ઊઝરડા જોવા મળ્યા હતા અને દીકરીને પૂછતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. 15 ફેબ્રુઆરીનાં ભોગબનારનાં વાલીઓએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે (Bhuj B Division Police Station) આરોપી હિરાલાલ સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની ચાર્જસીટ રજૂ થતાં ભુજની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટેનાં જજ વી.એ.બુદ્ધ દ્વારા 11 દસ્તાવેજી પુરાવા અને 6 સાક્ષીઓ તપાસ્યા બાદ આરોપીને આઇપીસી કલમ 354 મુજબ 5 વર્ષની સખત કેદની સજા 10 હજારનો દંડ અને પીસીએસઓ કલમ 10 મુજબ 7 વર્ષની સખત કેદની સજા અને 10 હજારનો દંડ તેમ જ પીસીએસઓ કલમ 12 મુજબ 3 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે દંડની રકમ 30 હજારમાંથી 20 હજાર ભોગબનારને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસિક્યૂશન તરફે સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને સાક્ષી તપાસીને દલીલો કરી હતી.

અહેવાલ : કૌશિકછાયા, ભુજ (Bhuj)

આ પણ વાંચો - Gujarat High Court એ કહ્યું- ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે..!

Tags :
Advertisement

.