Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhuj: કુકમા ગામના તલાટી સહિત વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયો

કુકમાં ગ્રામ પંચાયતના તલાટી અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા મકાનની આકારણી દાખલ કરવા કરી હતી લાંચ ભુજ બોર્ડર એકમ એસીબીએ બન્નેને પકડી પાડ્યા Bhuj:કચ્છ (Bhuj)જિલ્લાના કુકમા જૂથ ગ્રામ પંચાયત(Gram Panchayat)ના તલાટી(Talati) કમ મંત્રી તથા અન્ય એકની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો...
08:12 PM Sep 22, 2024 IST | Hiren Dave

Bhuj:કચ્છ (Bhuj)જિલ્લાના કુકમા જૂથ ગ્રામ પંચાયત(Gram Panchayat)ના તલાટી(Talati) કમ મંત્રી તથા અન્ય એકની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધકપકડ કરવામાં આવી છે. આ બંને ઉપર કુલ ચાર લાખ રૂપિયાની લાંચ(Bribe) માગવાનો આરોપ હતો જે પૈકી એક ત્રીજી વ્યક્તિના માધ્યમથી 2 લાખની લેતીદેતી દરમિયાન ઝડપાઈ ગયા હતા.

એસીબીએ 2  આરોપીઓની કરી ધરપકડ

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (A.C.B.) દ્વારા જાહેર કરેલ યાદી અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે કરવામાં આવેલી ફરિયાદને આધારે લાંચ માગવાના આરોપસર કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ તેજસિંહ વાઘેલા તથા આ લેતીદેતીમાં મદદ બદલ નિરવભાઈ વિજયભાઈ પરમારની અટકાયત કરવામાં આવી હતી. એ.સી.બી.ને મળેલી ફરિયાદને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને શિવસાગર નાસ્તા સેન્ટર કુકમા ગામે બસ સ્ટેશન પાસે, ભુજ(Bhuj) –કચ્છ ખાતે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો -Panchayat Owned Roads: ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી મંજૂરી

મકાનની આકારણી દાખલ કરવા અરજી કરી હતી

ગુનાની ટુંક વિગત આપતી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામના ફરીયાદીના કુકમા ખાતે આવેલા મકાનની આકારણી દાખલ કરાવા સારૂ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો ત્યારે આરોપીઓએ ફરિયાદી પાસે આ કામ કરી આપવાના અવેજ પેટે રૂપીયા 4 લાખની લાંચની માંગણી કરી હતી અને તે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે 2 લાખ આજરોજ આપવાનો વાયદો કર્યો હતો. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ભુજનો સંપર્ક કરી ફરીયાદ કરતા આજરોજ ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી આરોપી નંબર 1 અને 2ના કહેવાથી લાંચના નાણાં આરોપી નંબર3 નાએ જે નિયમિત રીતે આરોપી 1 અને 2 વતી નાણાં સ્વીકારતા હોય છે

Tags :
Bhujbhuj localBhuj NewsbribeCorruptionGram PanchayatGujarat NewsKukmaTalati
Next Article