સિંઘમે રિલીઝના ચોથા દિવસે થિયેટર્સમાંથી મંજૂલિકાનું ભૂત ઉતારી ફેક્યું
- ભૂલ ભૂલૈયા 3 એ માત્ર 3 દિવસની અંદર 100 કરોડની કમાણી કરી
- 4 દિવસની અંદર 100 કરોડથી વધુની સિનેમાઘરોમાં કમાણી કરી
- સિંઘમ અગેને કુલ 125 કરોડની દેશભરમાંથી કમાણી કરી છે
Bhool Bhulaiyaa 3 And Singham Again Collection : Kartik Aaryan ની ફિલ્મ Bhool Bhulaiyaa 3 એ દિવાળીના રજાઓમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. Bhool Bhulaiyaa 3 એ માત્ર 4 દિવસમાં અનેક બોલીવૂડ રેકોર્ડ કમાણીના મામલે તોડી નાખ્યા છે. તે ઉપરાંત Bhool Bhulaiyaa 3 એ Kartik Aaryan ની અત્યાર સુધીની ફિલ્મ કાર્કિર્દીમાં સૌથી કમાણી કરનાર ફિલ્મ બની છે. જોકે Kartik Aaryan ની ફિલ્મ Bhool Bhulaiyaa 3 એ માત્ર 3 દિવસની અંદર 100 કરોડની કમાણી કરી છે. પરંતુ ફિલ્મ Bhool Bhulaiyaa ના 3 ભાગ પૈકી આજે પણ Bhool Bhulaiyaa 2 એ સૌથી પહેલા દિવસે સૌથી વદુ કમાણી કરનારી ફિલ્મ તરીકે યથાવત છે.
ભૂલ ભૂલૈયા 3 એ માત્ર 3 દિવસની અંદર 100 કરોડની કમાણી કરી
Bhool Bhulaiyaa 3 એ ચોથા દિવસે સિનેમાઘરોમાં 17.50 કરોડની કમાણી કરી હતી. કાર્તિક આર્યન અને ફિલ્મના નિર્માતાઓ દ્વારા દર્શકોની અપેક્ષા મુજબ ફિલ્મને તૈયાર કરવામાં આવી છે. કારણ કે... Bhool Bhulaiyaa 3 એ પહેલા દિવસથી સિનેમાઘરોમાં રાજ કરવાનું શરૂ કર્યું હતું. Bhool Bhulaiyaa 3 અને તેની સાથે સિંઘમ અગેનને રિલીઝ કરવામાં આવી હતી. તો Bhool Bhulaiyaa 3 એ પ્રથમ દિવસથી સિંઘમ અગેને કમાણીના મામલે માત આપતી જોવા મળી રહી છે. Bhool Bhulaiyaa 3 એ રિલીઝના પ્રથમ દિવસે જ 35.5 કરોડની કમાણી કરી હતી.
આ પણ વાંચો: Salman khan:'મંદિરમાં માફી માગે'..Salman Khan ને ફરી એકવાર મળી ધમકી
4 દિવસની અંદર 100 કરોડથી વધુની સિનેમાઘરોમાં કમાણી કરી
Bhool Bhulaiyaa 3 એ બીજા દિવસે 37 કરોડની કમાણી અને ત્રીજા દિવસે 33.5 કરોડની કમાણી કરી હતી. ત્યારે ચોથા દિવસની કમાણીની સરેરાશ રાખતા, Bhool Bhulaiyaa 3 એ ભારતભરમાં 4 દિવસની અંદર 100 કરોડથી વધુની સિનેમાઘરોમાં કમાણી કરી છે. ત્યારે આગામી દિવસોમાં ફિલ્મ 200 કરોડના બોક્સ ઓફિસ કલેક્શનમાં સામેલ થાય, તેની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે Bhool Bhulaiyaa ની અન્ય ફિલ્મો પૈકી Bhool Bhulaiyaa 2 એ આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.
સિંઘમ અગેને કુલ 125 કરોડની દેશભરમાંથી કમાણી કરી છે
જોકે Bhool Bhulaiyaa 3 ની સામે અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેન પીછેહઠ કરતી જોવા મળી રહી છે. કારણ કે... રિલીઝના ચોથા દિવસે ફિલ્મ સિંઘમ અગેને માત્ર 17.50 કરોડની દેશભરમાંથી કમાણી કરી હતી. તો ફિલ્મ સિંઘમ અગેને કુલ 125 કરોડની દેશભરમાંથી કમાણી કરી છે. તો ફિલ્મ સિંઘમ અગેનને 350 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ફિલ્મ સિંઘમ અગેને ઓપનિંગ દિવસ ઉપર જ 50 કરોડની આસપાસ કમાણી કરી હતી.
આ પણ વાંચો: Michael Jackson ને સુપરસ્ટાર બનાવનાર દિગ્ગજનું નિધન, 22 મહિલાઓ સાથે હતા સંબંધો