Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SINGHAM 3 ના સેટ ઉપર અજય દેવગનને નડ્યો અકસ્માત, ઇજાના કારણે રોકવી પડી શૂટિંગ

વર્ષ 2024 માં ઘણી ઘણી મોટી ફિલ્મો આવવાની છે, રોહિત શેટ્ટીના ડાઇરેક્શન હેઠળ બની રહેલ અજય દેવગનની ફિલ્મ  SINGHAM 3 તેમાંથી ચોક્કસપણે એક છે. ફિલ્મની શૂટિંગ હાલ ચાલી રહી છે અને ફિલ્મ આવતા વર્ષે લોકો સામે રજૂ થશે. અજય દેવગન...
singham 3 ના સેટ ઉપર અજય દેવગનને નડ્યો અકસ્માત  ઇજાના કારણે રોકવી પડી શૂટિંગ
Advertisement

વર્ષ 2024 માં ઘણી ઘણી મોટી ફિલ્મો આવવાની છે, રોહિત શેટ્ટીના ડાઇરેક્શન હેઠળ બની રહેલ અજય દેવગનની ફિલ્મ  SINGHAM 3 તેમાંથી ચોક્કસપણે એક છે. ફિલ્મની શૂટિંગ હાલ ચાલી રહી છે અને ફિલ્મ આવતા વર્ષે લોકો સામે રજૂ થશે. અજય દેવગન અને રોહિત શેટ્ટીના ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે SINGHAM 3 ના સેટ્સ ઉપરથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Image

Advertisement

અજય દેવગનનો થયો ફિલ્મના સેટ પર અકસ્માત

Advertisement

Image

પ્રાપ્ત થતી માહિતી અનુસાર શૂટિંગ દરમિયાન જ ફિલ્મના મુખ્ય કલાકાર અજય દેવગનનો ફિલ્મના સેટ પર અકસ્માત થયો છે. આ ખબર બહાર આવ્યા બાદ ફેન્સ તેમના મનપસંદ અભિનેતા માટે ચિંતિત છે. તેમજ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે. ફિલ્મના મમુખ્ય કલાકારને અકસ્માત નળતા જ ફિલ્મનું શૂટિંગ પણ કેન્સલ કરવામાં આવ્યું છે.

આંખમાં ઈજાના કારણે ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું

Rohit Shetty & Ajay Devgn's Bromance Is Not To Be Missed As The Two Talk  About Their 3 Decade Old Friendship

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અજય દેવગન 'SINGHAM 3'ના શૂટિંગ સેટ પર ઘાયલ થયો છે અને તેની આંખમાં ઈજા થઈ છે. આ કારણોસર અભિનેતા નેત્ર ચિકિત્સકોની સલાહ લઈ રહ્યો છે. સૂત્રોનું માનીએ તો અજયની આંખમાં ઈજાના કારણે ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

સિંઘમ વિના શૂટિંગ રોકાયું 

Rohit Shetty on Bollywood friendships: Ajay Devgn, Sanjay Dutt will always  stand by me - India Today

વાસ્તવમાં આ બાબત અંગે જ્યારે રોહિત શેટ્ટીને પૂછવામાં આવ્યું કે શું તમે અન્ય સ્ટાર્સ સાથે શૂટિંગ કરી શકો છો, તો તેણે કહ્યું કે અજય વિના આ શક્ય નથી અને તે ફિલ્મનો મુખ્ય પાત્ર છે, તેથી તેના વિના તે પૂર્ણ થઈ શકે નહીં. તે જ સમયે, હવે દરેક અજયના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે કલાકારો ક્યારે શૂટિંગ પર પાછા ફરે છે.

એટલું જ નહીં પરંતુ રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે તેની શરૂઆત હૈદરાબાદથી થઈ શકે છે. કારણ કે ફિલ્મના શૂટિંગ માટે આ તારીખો પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. જોકે, હવે જે શેડ્યૂલ કેન્સલ કરવામાં આવ્યું છે તે 2024ના હૈદરાબાદ શેડ્યૂલના શૂટિંગ પછી પૂર્ણ થશે. જોકે, સૂત્રોએ માહિતી આપી છે કે અજય વગર શૂટિંગ શરૂ થઈ શકે તેમ નથી.

આ પણ વાંચો -- સલમાન ખાનના ઘરે વાગશે શરણાઈઓ! અરબાઝના કાલે થશે લગ્ન

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Bhagyashree : ગંભીર અકસ્માત થયો, તેના કપાળ પર 13 ટાંકા આવ્યા

featured-img
મનોરંજન

Gold Smuggling case: ગોલ્ડની દાણચોરી કેસમાં અભિનેત્રીએ મોટો ખુલાસો

featured-img
મનોરંજન

Holi Film Songs : ભાંગ કરતાં ય વધુ નશાકારક એવરગ્રીન 5 ફિલ્મી હોળી ગીતો

featured-img
મનોરંજન

Anushka Sen Beach photos : 22 વર્ષીય અનુષ્કા સેનનો ગ્લેમરસ લુક, બીચ પર મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ

featured-img
મનોરંજન

Anniversary : 38 વર્ષના લગ્નજીવન પછી ગોવિંદા-સુનીતાના છૂટાછેડાના સમાચાર

featured-img
મનોરંજન

Shubman Gill આ બોલીવુડ એક્ટ્રેસને કરે છે ડેટ? ચિયરઅપ કરતી જોવા મળી આ અભિનેત્રી

×

Live Tv

Trending News

.

×