Bhavnagar : વાહન ચેકિંગ સમયે મહિલા PSI અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી, Video વાઇરલ
- ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન ઘર્ષણ
- મહિલા PSI અને છોટાઉદેપુરના પોલીસકર્મી આમનેસામને
- મહિલા PSI એ ડાર્ક ફિલ્મવાળી સ્કોર્પિયોને અટકાવી હતી
- રસ્તા વચ્ચે જ મહિલા PSI અને પોલીસકર્મી વચ્ચે શાબ્દિક યુદ્ધ
ભાવનગર (Bhavnagar) શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSI અને છોટાઉદેપુરનાં પોલીસકર્મી આમને સામને આવી જતાં ઘર્ષણ થયાની ઘટના બની હતી. રવિવારે સાંજે વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSI એ ડાર્ક ફિલ્મવાળી સ્કોર્પિયોને અટકાવી હતી. છોટાઉદેપુરનાં (Chotaudepur) પોલીસકર્મીને પરિવાર સાથે રોકતા રકઝક થઈ હતી. આ મામલે પોલીસકર્મી વિરુદ્ધ ફરજમાં રુકાવટ બદલ ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન ઘર્ષણ
મહિલા PSI અને છોટાઉદેપુરના પોલીસકર્મી આમનેસામને
રવિવારની સાંજે થઈ રહેલા વાહનચેકિંગ દરમિયાન ઘર્ષણ
મહિલા PSIએ ડાર્ક ફિલ્મવાળી સ્કોર્પિયોને અટકાવી હતી#Gujarat #Bhavnagar #PSI #Police #Chhotaudaipur #GujaratPolice #ViralVideo #GujaratFirst pic.twitter.com/RE6kTdI9IF— Gujarat First (@GujaratFirst) August 19, 2024
આ પણ વાંચો - Surat : જાહેરમાં વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, સમજાવવા આવેલા ડે. મેયરને લોકોએ આડે હાથ લીધા!
પોલીસકર્મીની ડાર્ડ ફિલ્મ લાગેલી કારને રોકતા ઘર્ષણ
માહિતી મુજબ, ભાવનગર (Bhavnagar) શહેરમાં કાળિયાબીડ પાણીની ટાંકી પાસે ગઈકાલે સાંજે વાહન ચેકિંગ ડ્રાઈવ (Vehicle Checking Drive) યોજાઈ હતી. દરમિયાન, ફેન્સી નંબરવાળી ડાર્ક ફિલ્મ લગાવેલી એક સ્કોર્પિયો કાર ત્યાંથી પસાર થઈ રહી હતી, જેને અટકાવવામાં આવી હતી. આ કાર છોટાઉદેપુરનાં પોલીસ કર્મચારીની હતી જે પરિવાર સાથે જઈ રહ્યા હતા. દરમિયાન, ફરજ પરનાં મહિલા PSI જલ્પા નિમાવતે (PSI Jalpa Nimavat) અને પોલીસકર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. પોલીસકર્મીએ કહ્યું હતું કે, તેઓ પરિવાર સાથે હોસ્પિટલ જઈ રહ્યા હતા.
આ પણ વાંચો - Surat : તહેવારનાં દિવસે આ મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી! પોલીસ તંત્ર દોડતું થયું
ગાડી ડિટેઇન કરવાની વાત થતાં મામલે બિચક્યો
જો કે, બાદમાં ફરજ પરનાં મહિલા PSI અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મહિલા PSI અને પોલીસકર્મી વચ્ચે થયેલા શાબ્દિક ઘર્ષણનો વીડિયો પણ સામે આવ્યો છે. માહિતી મુજબ, પોલીસ અધિકારીએ ગાડી ડિટેઇન કરવાનો આગ્રહ રાખ્યા બાદ મહિલા પીએસઆઇ જલ્પા નિમાવતે પોલીસકર્મી વિરુદ્ધ ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો - Banaskantha : કોંગ્રેસમાં ઘર વાપસી કરવા ગેનીબેન ઠાકોરનાં આમંત્રણ પર BJP કાર્યકરે કહ્યું- હવે હું..!