Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar : Gujarat First ના અહેવાલની અસર, દિવ્યાંગો પાસે ભિક્ષાવૃત્તિ મામલે તળાજા પોલીસ એક્શનમાં

ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા એસટી ડેપો (Talaja ST Depot) ખાતે એક દિવ્યાંગ ભિક્ષુકે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. ભિક્ષુકે દાવો કરતા ગુજરાત ફર્સ્ટને (Gujarat First) જણાવ્યું હતું કે, કેટલાક માથાભારે શખ્સો દ્વારા અન્ય રાજ્યના દિવ્યાંગોને નોકરીની લાલચ આપીને ગુજરાત બોલાવી નોકરી...
bhavnagar    gujarat first ના અહેવાલની અસર  દિવ્યાંગો પાસે ભિક્ષાવૃત્તિ મામલે તળાજા પોલીસ એક્શનમાં

ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા એસટી ડેપો (Talaja ST Depot) ખાતે એક દિવ્યાંગ ભિક્ષુકે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. ભિક્ષુકે દાવો કરતા ગુજરાત ફર્સ્ટને (Gujarat First) જણાવ્યું હતું કે, કેટલાક માથાભારે શખ્સો દ્વારા અન્ય રાજ્યના દિવ્યાંગોને નોકરીની લાલચ આપીને ગુજરાત બોલાવી નોકરી ન આપીને બળજબરીપૂર્વક ભિક્ષા મગાવવામાં આવે છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ રજૂ કર્યા બાદ અંતે તળાજા પોલીસ (Talaja Police) એક્શનમાં આવી છે. આખરે તળાજા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રાજ્યમાં ભિક્ષાવૃત્તિ કરાવવાનું કાવતરું છતું થયું છે. દિવ્યાંગોને નોકરીના બહાને ભિક્ષાવૃત્તિ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા એસટી ડેપો (Talaja ST Depot) ખાતે એક દિવ્યાંગ ભિક્ષુકે ગુજરાત ફર્સ્ટને (Gujarat First) ચોંકાવનારી વિગતો આપી હતી. દિવ્યાંગે ભિક્ષુકે દાવો કર્યો હતો કે, કેટલાક શખ્સો દ્વારા અન્ય રાજ્યોમાંથી દિવ્યાંગોને નોકરી અપાવવાનું કહીને ગુજરાત બોલાવવામાં આવે છે અને પછી નોકરી ન આપીને દિવ્યાંગો પાસે બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. જો ભિક્ષાવૃત્તિની ના પાડે તો માર મારવામાં આવે છે. આ અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા રજૂ કર્યા બાદ તળાજા પોલીસ (Talaja Police) એક્શનમાં આવી છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તળાજા પોલીસે ગુનો નોંધ્યો

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તળાજા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, સમગ્ર મામલાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તપાસ કરી રહી છે. દિવ્યાંગ ભિક્ષુકે દાવો કર્યો હતો કે, હિન્દુ શખ્સને મુસ્લિમ બનાવી ભિક્ષા મગાવવામાં આવે છે. સાથે જ દાવો કર્યો કે, ઉત્તરપ્રદેશથી (UP) અત્યાર સુધીમાં 300 જેટલાં લોકોને ગુજરાત (Gujarat) લવાયા છે. ગુજરાતના જુદા જુદા સ્થળે ભિક્ષા મગાવાતી હોવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે આ મામલે તપાસ થાય તો રાજ્યમાં હ્યુમન ટ્રાફિકિંગના (Human Trafficking) કાળો કારોબારનો પર્દાફાશ થઈ શકે છે. આખા કૌભાંડ પાછળ આંતરરાજ્ય ગેંગ હોવાની આશંકા છે. ત્યારે પોલીસ તપાસમાં આંતરરાજ્ય ગેંગનું મસમોટું નેટવર્ક પકડાય તેવી સંભાવના છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : રાજ્યમાં હ્યુમન ટ્રાફિકિંગનો કાળો કારોબાર! તળાજા ST ડેપો પર એક ભિક્ષુકે કર્યા આ ચોંકાવનારા દાવા!

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.