Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ :એસટીની સલામત સવારી બની જોખમી ?

અહેવાલ - દિનેશ મકવાણા -ભરૂચ  જામનગરમાં એસટી બસનો કાચ તોડી વિદ્યાર્થીઓ જાહેર માર્ગ ઉપર પટકાયા હોવાના સીસીટીવી ફૂટે સામે આવ્યા બાદ પણ ગુજરાતના એસટી બસ ડેપો ઉપર હજુ કોઈ સાવચેતી જોવા મળતી નથી ત્યાં જ ભરૂચના એસટી ડેપોની મુલાકાત...
ભરૂચ  એસટીની સલામત સવારી બની જોખમી
અહેવાલ - દિનેશ મકવાણા -ભરૂચ 
જામનગરમાં એસટી બસનો કાચ તોડી વિદ્યાર્થીઓ જાહેર માર્ગ ઉપર પટકાયા હોવાના સીસીટીવી ફૂટે સામે આવ્યા બાદ પણ ગુજરાતના એસટી બસ ડેપો ઉપર હજુ કોઈ સાવચેતી જોવા મળતી નથી ત્યાં જ ભરૂચના એસટી ડેપોની મુલાકાત કરવામાં આવતા એસટી બસમાં પણ મુસાફરો જીવના જોખમે ગીચોગીચ સવારી કરવા માટે મજબુર થતા હોય તેવા ચોકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે મુસાફરોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે
સલામત સવારી એસ.ટી. અમારીના સૂત્ર સાથે દોડતી ગુજરાત એસ.ટી.વિભાગની બસ કેટલી સલામત છે એના દ્રશ્યો જામનગરથી જોવા મળ્યા હતા. જામનગરમાં ચાલુ એસટી બસનો પાછળનો કાચ તૂટી જતાં બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા હતા જો કે બન્ને વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો ત્યારે એસ.ટી.બસમાં મુસાફરોની ભયાનક ભીડના દ્રશ્યો ભરૂચથી જોવા મળી રહ્યા છે એટલું જ નહીં મુસાફરો પોતાના બાળકોને પણ એસટી બસની બારીમાંથી એસટી બસમાં ખેંચી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે
સલામત સવારી એસ.ટી.અમારી આ સૂત્ર સાથે ગુજરાતનાં ખૂણે ખૂણે એસ.ટી.બસ દોડે છે અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે એસ.ટી.બસ જાણે જીવાદોરી છે પરંતુ આ બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ બનાવમાં બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો ત્યારે હવે દ્રશ્યો જુઓ... આ દ્રશ્યો ભરૂચ એસ.ટી.ડેપોના છે..ભરૂચ એસ.ટી.ડેપો મુસાફરોથી ભરચક તો દેખાઈ જ રહયું છે પરંતુ બસમાં પણ ક્ષમતા કરતા વધારે મુસાફરો સવાર થઈ રહ્યા છે બસમાં જગ્યા મેળવવા માટે જાણે પડાપડી કરી રહ્યા છે ત્યારે એસ.ટી.બસની આ સવારી કેટલી સલામત છે એના પર પણ એક પ્રશ્નાર્થ ઉભા થયા છે
ભરૂચથી જંબુસર જતા રુટની મોટાભાગની તમામ બસની હાલત કઈક આવી જ છે. 56 સીટની બસમાં 100 મુસાફરો મુસાફરી કરતા હોવાનું જોવા મળ્યું છે. મુસાફરો કહી રહ્યા છે કે એસ.ટી.બસ નિયમિત આવતી નથી અને આવી જાય તો પણ અંદર મુસાફરો જ એટલા હોય કે જીવના જોખમે પણ તેઓએ મુસાફરી કરવી પડે છે ત્યારે બસની ફ્રિકવન્સી વધારવાની માંગ મુસાફરો પણ કરી રહ્યા છે વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ પીયુસી લઈ શકતી હોય તો એસટી વિભાગમાં એસટી બસના ડ્રાઇવર કે કંડકટર પાસેથી પીયુસી કેમ ન લઈ શકે તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે જો ટ્રાફિકો ના નિયમોનું પાલન માત્ર જનતા એ જ કરવું તે પણ યોગ્ય ન કહેવાય એસટી તંત્ર એ પણ પાલન કરવાનું હોય છે ત્યારે એસટી વિભાગમાં અને એસટી બસમાં ગીચો ગીચ મુસાફરો ભરવા મુદ્દે ભરૂચ ટ્રાફિક પોલીસના મૌન સામે પણ લોકોમાં કુતૂહલ સર્જાઈ ગયું છે
આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ કે હાલ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં બસના રૂટ વધારવાનું આયોજન ચાલી રહયું છે પરંતુ તેઓએ ખખડધજ એસટી બસ અને એસટી બસમાં 56 સીટ બેઠક સામે 100 થી વધુ લોકોને સવારી કરાવતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.