Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લા જેલરના નામે ખંડણીના ખેલના ઓડિયોથી ખળભળાટ...!

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ  જિલ્લા જેલમાંથી જેલર બોલું છું, તારા ભાઈઓની સુવિધા કરી છે, 12000 રૂપિયા google pay કર ગઠિયાનો ઓડિયો આવ્યો સામે.. 2 મહિના અગાઉ પણ જેલરના નામે ગઠિયાઓએ 25,000 નો તોડ કર્યો હોવાનો વિસ્ફોટ.. આરોપીઓના પરિવારને ફોન કરી આરોપીઓને...
ભરૂચ જિલ્લા જેલરના નામે ખંડણીના ખેલના ઓડિયોથી ખળભળાટ
અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ 
જિલ્લા જેલમાંથી જેલર બોલું છું, તારા ભાઈઓની સુવિધા કરી છે, 12000 રૂપિયા google pay કર ગઠિયાનો ઓડિયો આવ્યો સામે..
2 મહિના અગાઉ પણ જેલરના નામે ગઠિયાઓએ 25,000 નો તોડ કર્યો હોવાનો વિસ્ફોટ..
આરોપીઓના પરિવારને ફોન કરી આરોપીઓને સુવિધાના નામે પડાવવામાં આવે છે રૂપિયા..
જેલરના નામે રૂપિયાની ઉઘરાણી નો ઓડિયો સામે આવતા જેલરે કાર્યવાહી કરવાની તૈયારી કરી..
ગઠીયાઓ google પેથી રૂપિયાની માંગણી કરતા રેલો પહોંચ્યો સબ જેલમાં...
ભરૂચ જિલ્લામાં અનેક ખંડણીના કિસ્સાઓ જોયા હશે પણ ભરૂચમાં હવે જેલરના નામે ખંડણી ઉઘરાવાતી હોય તેવી ઘટના સામે આવી છે જેમાં ગઠિયાઓ આરોપીના પરિવારને ફોન કરી જેલરની ઓળખ આપી જેલમાં રહેલા તમારા સંબંધીને હેરાન કરવાની ધમકી આપવા સાથે રૂપિયાની માંગણી કરતા હોવાની ઘટના બહાર આવી છે. 90 દિવસમાં આ બીજી ઘટના છે, જે અંગેનો ઓડિયો સામે આવતા જિલ્લા જેલરે પણ પોલીસ કાર્યવાહી કરવાની કવાયત કરી છે
હત્યાનો ગુનો નોંધાયો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક હોટલ ઉપર પનીરની સબજી લેવા આવેલ ગ્રાહક સાથે હોટલના વેઈટરોએ મારામારી કરતાં ગ્રાહકનું મોત થયું હતું અને પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરી હોટલના બે વેઇટરોની ધરપકડ કરી હતી અને બંને આરોપીને અંકલેશ્વરની તાલુકા સબ જેલમાં લવાયા હતા. જેલમાં રહેલા 2 આરોપીના ભાઈ ઉપર એક ગઠીયાનો ફોન ગયો હતો અને કહ્યું હતું ભરૂચ જિલ્લા જેલમાંથી જેલર ઝાલા સાહબ બોલ રહા હું, ઓમ પ્રકાશજી યાદવ બોલ રહે હો.. ગઠીયાએ જેલરની ઓળખ આપી તુમ્હારા દો ભાઈ જેલ મેં હૈ ઉનકી સુવિધા હમને કિયા હૈ દોનો કા ટિફિન ચાલુ કિયા હૈ, આપકો મહિને કા ૬-૬ હજાર ગુગલ પે કરના પડેગા.
ગઠીયાઓએ ફોન કરી પૈસા માગ્યા
 ગઠીયા અને આરોપીના ભાઈ વચ્ચે ટેલીફોનિક વાતચીત બાદ આરોપીના ભાઈએ કહ્યું મેં જેલ પે આ કે આપકો દે જાતા હું તો ગઠીયા એ કહ્યું નહીં google પે હી કરના પડેગા વરના તુમ્હારે ભાઈ કો જેલ મેં પરેશાન કરવા દુંગા કહી રૂપિયા પડાવવાના પ્રયાસો કર્યા હતા અને નકલી જેલરના ફોનથી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ થયું હતું અને ગઠીયાએ વારંવાર જેલમાં રહેલા આરોપીઓના પરિવારને ફોન કરી રૂપિયાની માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે જેનો ઓડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે
જિલ્લા જેલરના નામે ગઠીયાઓની છેતરપિંડી
જિલ્લા જેલર તરીકે ઓળખ આપનાર જેલનો જેલર છે કે કેમ તે અંગેની તપાસ પણ કરવામાં આવી હતી અને જિલ્લા જેલરનો સંપર્ક કરતા કોઈપણ જાતની રૂપિયાની માંગણી થતી નથી અને જો રૂપિયાની માંગણી કરી હોય તો ફરિયાદ કરી શકો છો તેમ કહેતા જિલ્લા જેલરના નામે ગઠીયાઓનો છેતરપિંડીનો પર્દાફાશ થયો છે અને રૂપિયાની માંગણી બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શું કહ્યું જેલરે 
જિલ્લા જેલમાં જેલર તરીકે ફરજ નિભાવતા સુરપાલસિંહ સોલંકી એ  જણાવ્યું હતું કે અગાઉ પણ વ્યાજખોરીના ગુનામાં આવેલા એક આરોપીની પત્નીને આવા જ એક ગઠીયાએ ફોન કરી google પરથી 25 હજાર રૂપિયા પડાવ્યા હતા અને તે બાબતે આરોપીની પત્નીએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી પણ છે અને તેની તપાસ ચાલી રહી છે અને તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફોન ઉપર જિલ્લા જેલરની ઓળખ આપી ₹12,000 પડવાના પ્રયાસો કર્યા છે અને આ બાબતે અમોએ અંકલેશ્વર મામલતદાર અને એસપીને જાણ કરવાની કવાયત કરી હોવાનું અંકલેશ્વરના તાલુકા સબજેલના જેલર સુરપાલસિંહ સોલંકી જણાવ્યું હતું.
Tags :
Advertisement

.