Banaskantha : VAV ની પેટાચૂંટણી પહેલા વરિષ્ઠ નેતા માવજી પટેલ સામે BJP નું મોટું એક્શન!
- વાવની પેટાચૂંટણીનાં ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર (Banaskantha)
- BJP ના એકસાથે 5 બળવાખોર નેતાઓ હાંકી કઢાયા
- પ્રદેશ પ્રમુખે માવજી પટેલ સહિત 5 ને હાંકી કાઢ્યા
બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. ભાજપનાં (BJP) બળવાખોર નેતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલને (Mavji Patel) સસ્પેન્ડ કરાયા છે. માહિતી અનુસાર, પ્રદેશ પ્રમુખે માવજી પટેલ સહિત 5 નેતાઓને હાંકી કાઢ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત બાદ મોબાઇલમાં લખેલો અંતિમ મેસેજ ફોરવર્ડ થયો, જાણો કારણ
Banaskantha Vav By Election: વાવની પેટાચૂંટણીમાં BJPના બળવાખોર સસ્પેન્ડ | Gujarat First#vav #election #bjp #mavjipatel #suspend #gujaratfirst pic.twitter.com/t3QBlGgRya
— Gujarat First (@GujaratFirst) November 10, 2024
માવજી પટેલ સહિત 5 નેતાઓને હાંકી કાઢ્યા
બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસની (Congress) ચૂંટણી જંગ વચ્ચે અપક્ષ તરીકે માવજી પટેલે ઉમેદવારી નોંધાવતા હવે આ બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ જામ્યો છે. જો કે, પેટાચૂંટણી (Vav by-election) માટે મતદાન થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, ભાજપના એકસાથે 5 બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Gondal : ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલની એન્ટ્રીથી હોબાળો! Viral Audio ક્લિપે રાજકારણ ગરમાવ્યું!
આ નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયાં
ટિકિટનાં મળતા પક્ષમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પેટાચૂંટણી લડી રહેલા માવજી પટેલ (Mavji Patel) સહિત લાલજી ચૌધરી, દેવજી પટેલ, દલરામ પટેલ અને સુઈગામ તાલુકા ભાજપનાં પૂર્વ મહામંત્રી જામા પટેલને (Jama Patel) સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, મવાજી પટેલ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવતા અગાઉ ઘણી વખત ભાજપનાં નેતાઓ અને અગ્રણીઓ દ્વારા તેમને મનાવવાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંત, માવજી પટેલ તેમના નિર્ણય પર અડગ રહ્યા છે.
આ પણ વાંચો - Junagadh : ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શનનો બનાવી રહ્યો છો પ્લાન તો પહેલા વાંચી લો આ સમાચાર!