T20 World Cup શરૂ થયા પહેલા USA એ આ મોટી ટીમને હરાવીને રચ્યો ઈતિહાસ
T20 World Cup 2024 : IPL 2024 ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કે (Final Stage) પહોંચી ગયું છે. ત્યારબાદ વિશ્વ ક્રિકેટ (World Cricket) ની દિગ્ગજ ટીમો આમને સામને જોવા મળશે. 1 જૂનથી T20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (West Indies and USA) દ્વારા યોજવામાં આવવાનો છે. જોકે, આ મેગા ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ અમેરિકાની ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) માં મોટી ઉથલપાથલ મચાવી છે. અમેરિકાની ટીમે એવા દેશને હરાવ્યો છે જેણે ચેમ્પિયન ટીમોને હરાવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોપ-10 ટીમો સામે અમેરિકા (USA) ની આ બીજી જીત છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા આ ઉલટફેરે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.
ક્રિકેટ જગતમાં સૌથી મોટો અપસેટ!
T20 World Cup જલ્દી જ શરૂ થવાનો છે તે પહેલા બાંગ્લાદેશની ટીમ USA ના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 21 મેના રોજ રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાએ બાંગ્લાદેશ જેવી મોટી ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશ સામે અમેરિકાની આ પ્રથમ જીત છે. વળી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સંપૂર્ણ સભ્ય ટીમ સામે અમેરિકાની આ બીજી જીત છે. આ પહેલા અમેરિકાએ આઇરિશ ટીમને હરાવી હતી. જોકે, બાંગ્લાદેશની ટીમની સરખામણીમાં USA ને થોડું નબળું માનવામાં આવે છે, પરંતુ T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશને હરાવીને USA એ સંકેત આપ્યો છે કે આ વખતે તેઓ આગામી વર્લ્ડ કપમાં મોટી ટીમોને ટક્કર આપવા જઈ રહ્યા છે.
બાંગ્લાદેશના બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, બંને ટીમો વચ્ચેની આ મેચ હ્યુસ્ટનના પ્રેરી વ્યૂ ક્રિકેટ કોમ્પ્લેક્સમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન USA ની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 153 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી તૌહિદ હૃિદયે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. મહમુદુલ્લાહે પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન બાંગ્લાદેશ માટે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. જ્યારે USA તરફથી સ્ટીવન ટેલરને બે અને અલી ખાન, જસ્સી સિંહ અને નેત્રાવલકરને એક-એક વિકેટ મળી હતી. 154 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે USA ની ટીમ ઉતરી ત્યારે ટીમને સારી શરૂઆત મળી હતી. કેપ્ટન મોનાંક પટેલ 12 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ત્યારબાદ બીજી વિકેટ માટે ભાગીદારી ખીલી હતી, આમ ટીમ આગળ વધી હતી.
USA એ ટાર્ગેટનો પીછો કરીને બધાને ચોંકાવી દીધા
અમેરિકાએ 154 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. યજમાન ટીમ તરફથી કોરી એન્ડરસને 34 રન અને હરમીત સિંહે 33 રનની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓ પોતાની ટીમની જીતના હીરો હતા. આ પહેલા ઓપનર સ્ટીવન ટેલરે 28 રન અને કેપ્ટન મોનાંક પટેલે 12 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 2 વિકેટ લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 23 મે અને ત્રીજી મેચ 25 મેના રોજ રમાશે.
આ પણ વાંચો - T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયા આ મહત્વપૂર્ણ મેચ રમશે, જાણો કયા રમાશે
આ પણ વાંચો - IPL 2024, RCB vs RR Eliminator Match : કરોડો દિલોને લાગશે ઝટકો! શું RCB આજે મેચ રમ્યા વિના જ થઇ જશે બહાર?