Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી સામેની મેચ પહેલા બાપુએ કરી સખત મહેનત, નેટ્સ પર Powerful Shots ફટકાર્યા

IPL 2023નો લીગ સ્ટેજ તેના અંતમ તબક્કે છે પરંતુ અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી છે. ત્રણ પ્લેઓફ સ્લોટ ખાલી છે, જેના માટે આકરી સ્પર્ધા જોવા મળી રહી છે. એમ એસ ધોની (MS...
દિલ્હી સામેની મેચ પહેલા બાપુએ કરી સખત મહેનત  નેટ્સ પર powerful shots ફટકાર્યા

IPL 2023નો લીગ સ્ટેજ તેના અંતમ તબક્કે છે પરંતુ અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી છે. ત્રણ પ્લેઓફ સ્લોટ ખાલી છે, જેના માટે આકરી સ્પર્ધા જોવા મળી રહી છે. એમ એસ ધોની (MS Dhoni) ની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે એટલે કે શનિવારે 16મી સિઝનની 67મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સાથે ટકરાશે. જો CSK આ મેચ જીતવામાં સફળ રહેશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. જોકે, જો દિલ્હી જીતવામાં સફળ થાય છે તો CSKનો રસ્તો મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં ચેન્નઈ હાર છતાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે? આજની મેચ પહેલા ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સખત પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે.

Advertisement

જડ્ડુએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી

IPL 2023 માં, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમો આજે શનિવારે (20 મે) ના રોજ ડબલ હેડરની પ્રથમ મેચમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે શરૂ થશે. વળી, આ મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો સામે આવી રહ્યો છે. જ્યાં તે નેટ્સમાં એકથી વધુ પાવરફુલ શોટ્સ મારતો જોવા મળે છે. જણાવી દઇએ કે, ચેન્નઈ સુપર કિંગ્સે આ મેચ પહેલા ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સિક્સરનો વરસાદ કરતો જોવા મળી રહ્યો છે. જાડેજાના આ ઉગ્ર સ્વરૂપને જોઈને દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં તણાવ વધી શકે છે. બીજી તરફ આ વીડિયો જોઈને ચાહકોને આશા છે કે જાડેજા દિલ્હી સામેની મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરશે.

Advertisement

દિલ્હી-ચેન્નઈની મેચમાં જાણો કોનું પલડું છે ભારે?

Advertisement

IPL 2023 નો ઈતિહાસ દિલ્હી અને ચેન્નઈ (DC vs CSK) વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 મેચ રમાઈ છે. આ મેચોમાં ચેન્નઈએ 18 વખત મેચ જીતી છે. બીજી તરફ દિલ્હીએ ચેન્નઈને 10 મેચમાં હરાવ્યું છે. હેડ ટુ હેડ આંકડાઓમાં, CSK નો ઉપરનો હાથ દેખાય છે. જો કે ક્રિકેટના મેદાનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, પરંતુ આજની મેચમાં કોણ જીતશે તે જોવું રસપ્રદ રહેશે. જણાવી દઇએ કે, ચેન્નઈના હાલમાં 13 મેચમાં 7 જીત અને 6 હાર બાદ 15 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં વરસાદ થયો હતો. ડીસીમાંથી જીતવાના કિસ્સામાં, CSKને 17 પોઈન્ટ મળશે અને ધોની બ્રિગેડ ટોપ-2માં રહેશે. જોકે, જો ચેન્નાઈ હારશે તો તેણે અન્ય ટીમની હાર પર નિર્ભર રહેવું પડશે. આવી સ્થિતિમાં CSKને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માંથી કોઈ એકની હાર માટે પ્રાર્થના કરવી પડશે. જો આ ત્રણેય ટીમો તેમની છેલ્લી લીગ મેચ જીતશે તો ચેન્નાઈ બહાર થઈ જશે.

આ પણ વાંચો - નાના છોકરાએ ધોનીના અંદાજમાં ફટકાર્યા શોટ, અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.