Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ Beer નું સેવન કરવાથી વજન કંટ્રોલ, ડાયાબિટીસ અને કેન્સરથી મળે છે મુક્તિ

Beer ના સેવનથી કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે Beer નું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ 21 ટકા ઓછું હતું Beer health benefits : એવું કહેવામાં આવે છે કે, સ્વાસ્થ્ય માટે માદક વસ્તુઓનું સેવન કરવાથી...
આ beer નું સેવન કરવાથી વજન કંટ્રોલ  ડાયાબિટીસ અને કેન્સરથી મળે છે મુક્તિ
  • Beer ના સેવનથી કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે
  • Beer નું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક
  • પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ 21 ટકા ઓછું હતું

Beer health benefits : એવું કહેવામાં આવે છે કે, સ્વાસ્થ્ય માટે માદક વસ્તુઓનું સેવન કરવાથી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો અમુક કિસ્સાઓમાં માદક પદાર્થોનું વધારે પડતું સેવન કરવાથી જીવ પણ જોખમમાં મૂકાય છે. પરંતુ અમુક શારીરિક બીમારીઓ માટે એક ખાસ પ્રકારની માદક વસ્તુનું સેવન કરવાનું અનેક નિષ્ણાતો પણ સૂચન પાઠવે છે. જોકે આ અંગે એક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે.

Advertisement

Beer નું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક

તો એક Beer ની બોટલ 8 પ્રકારના સ્વાસ્થ્ય લાભ આપી શકે છે. એક અહેવાલ અનુસાર, ઠંડી Beer ના સેવનથી ઘણી શારીરિક બીમારીઓ દૂર થાય છે. તે ઉપરાંત જે પુરૂષો રાત્રે ડિનર સાથે Beer ની બોટલ પીવે છે, તેમના આંતરડા સ્વસ્થ રહે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. જે ડાયાબિટીસ અને હૃદય રોગ સામે લડવામાં મદદ કરે છે. જોકે, Beer નું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

મેટાબોલિક ફેટી લિવરનું જોખમ ઘટાડે છે

એક પિન્ટ Beer પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તો નિયમિતપણે Beer ની બોટલ પીવાથી કેલરી ઓછી થાય છે. Beer માં આઇસો-આલ્ફા એસિડ હોય છે, જે ચરબી અને Metabolism માટે સકારાત્મક સાબિત થયા છે. Beer સાથે અખરોટનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણ કે તેમાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર, એક ગ્લાસ રેડ વાઈન વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને મેટાબોલિક ફેટી લિવરનું જોખમ ઘટાડે છે.

Advertisement

આ પણ વાંચો: આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Advertisement

પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ 21 ટકા ઓછું હતું

ઓછી માત્રામાં Beer પીવાથી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના હાડકાંને મજબૂત બનાવે છે. ધ અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનના એક રિપોર્ટ અનુસાર, જે લોકો દિવસમાં બે બોટલ Beer પીવે છે તેઓમાં આલ્કોહોલ ન પીતા લોકોની સરખામણીમાં બોન મિનરલ ડેન્સિટી વધુ હોય છે. Beer ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. Beer ના સેવનથી હાઈ બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે. અઠવાડિયામાં છ Beer પીનારા પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ 21 ટકા ઓછું હતું.

આ Beer ના સેવનથી કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે

Beer હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોના જણાવ્યા અનુસાર, Beer ના સેવનથી હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક અને એન્જેનાનું જોખમ 50 ટકા ઓછું થાય છે. જર્મન પ્રોફેસર ક્લાઉસ હેલરબ્રાન્ડના જણાવ્યા મુજબ, આલ્કોહોલ ફ્રી Beer નું સેવન લીવરને સ્વસ્થ રાખે છે. સાથે જ આ Beer ના સેવનથી કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. આનાથી લીવર અને કોલોન કેન્સર કોષો જનરેટ થતા નથી.

આ પણ વાંચો: Beer કે Cold Drinks શું છે વધુ હાનિકારક શરીર માટે?

Tags :
Advertisement

.