Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેસનના ફુદીના-પનીર અને સેઝવાન પનીર ચીલા

બેસનના ફુદીના-પનીર અને સેઝવાન પનીર ચીલા બનાવવા માટેની સામગ્રી-2 કપ બેસન 4 ચમચી સોજી 2 ચમચી ફુદીના આદુ મરચા પેસ્ટ 2 ચમચી સેઝવન સોસ 100 ગ્રામ પનીર છીણી લેવું 1 નંગ ડુંગળી 2 લીલા મરચાકેપ્સીકમ કોથમીર મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી લાલ મરચું 1 ચમચી જીરું પાવડર મરી પાવડર 4 ચમચી તેલ કે બટર મિક્સ હર્બસઓરેગાનો  બનાવવા માટેની રીત-સૌ પહેલાં એક બાઉલમા બેસન અને સોજી મિક્સ કરીને મીઠું અને લાલ મરચું ના
બેસનના ફુદીના પનીર અને સેઝવાન પનીર ચીલા
બેસનના ફુદીના-પનીર અને સેઝવાન પનીર ચીલા બનાવવા માટેની સામગ્રી-
2 કપ બેસન 
4 ચમચી સોજી 
2 ચમચી ફુદીના આદુ મરચા પેસ્ટ 
2 ચમચી સેઝવન સોસ 
100 ગ્રામ પનીર છીણી લેવું 
1 નંગ ડુંગળી 
2 લીલા મરચા
કેપ્સીકમ 
કોથમીર 
મીઠું સ્વાદ પ્રમાણે 
1 ચમચી લાલ મરચું 
1 ચમચી જીરું પાવડર 
મરી પાવડર 
4 ચમચી તેલ કે 
બટર 
મિક્સ હર્બસ
ઓરેગાનો  
બનાવવા માટેની રીત-
  • સૌ પહેલાં એક બાઉલમા બેસન અને સોજી મિક્સ કરીને મીઠું અને લાલ મરચું નાખી પાણી ઉમેરીને ચીલા બને તેવું ખીરું બનાવી લો.
  • ત્યારબાદ 10 મિનિટ રેસ્ટ આપી અડધું ખીરું ફુદીના અને અડધું સેઝવન માટે અલગ બાઉલમા નીકાળી લો.
  • પછી ડુંગળી,  લીલા મરચાં, પનીર, ફુદીના પેસ્ટ કોથમીર અને મસાલો નાંખી 2 ચમચી તેલ નાખી મિક્સ કરી લેવું.
  • તેવી રીતે સેઝવન સોસ નાખી વેજ નાખી, પનીર અને મસાલો નાંખી 2 ચમચી ઓઇલ નાખી ખીરું બનાવી લો. 
  • હવે આપણે એક નોનસ્ટિક પેનમાં બટર મૂકી તેમાં ખીરું પાથરી નાના ચીલા બનાવી લો.
  • બંને સાઇડ શેકીને બટર કે ઓઇલમાં સરસ ક્રિસ્પી થાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ચટણી અને દહીં સાથે સર્વ કરો...
Advertisement
Tags :
Advertisement

.