Bharuch: અમદાવાદ સોની સાથે લૂંટનો મામલો, પેરોલ પર છૂટેલો કૈદી નીકળ્યો મુખ્ય આરોપી
અહેવાલ- દિનેશ મકવાણા ,ભરુચ
નબીપુરથી ઝનોર તરફ જવાના માર્ગ ઉપર સામલોદ ગામ પાસે અમદાવાદના સોનીને રિવોલ્વની અણીએ લૂંટવામાં આવ્યો હતો અને લૂંટારો હોય ૨ કિલો સોનુ અને રોકડા મળી સવા કરોડ ઉપરાંતની લૂંટ ચલાવી રફુ ચક્કર થઈ ગયા હતા અને ભરૂચ પોલીસે લૂંટઆઉટ ટોળકીને ઝડપી પાડવાના પ્રયાસ કરતા ઝડપાયેલા આરોપીઓના મોબાઇલમાં વોટ્સએપ ચેટિંગ સેટિંગ સામે આવતા લૂંટ નો પ્લાન બનાવનાર અમદાવાદ સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટેલો હત્યા અને લોટનો મુખ્ય આરોપી મુંબઈ ખાતેથી ભરૂચ પોલીસના હાથે લાગી જતા ચેન્નાઈમાં લૂંટની ઘટનાનો પ્લાન કરતા હોવાનો મનસુબો નાકામ ભરૂચ પોલીસે કર્યો છે
ગત તારીખ 23 જૂનના રોજ બપોરે ધોળા દિવસે ભરૂચ નેશનલ હાઇવે 48 ઉપર નબીપુરથી ઝનોર તરફ જવાના માર્ગ ઉપર સામલોદ ગામ પાસે અમદાવાદના સોની મુકેશ સોની પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ 2 ફોર વ્હીલ ગાડી તેમનો પીછો કરી એક ફોરવીલ ચાલે કે સોની ની ગાડી ની આગળ અકસ્માત કરી પાછળની ગાડીમાંથી ઉતરેલા હોય સોનીને રિવોલ્વર બતાવી 2 કિલો સોનું અને રોકડા મળી સવા કરોડની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જે અંગેની તપાસ ભરુચ એલસીબી એસઓજી સહિત જિલ્લાની પોલીસની ટીમો કામે લાગી હતી
અમદાવાદના સોની મુકેશ સોનીએ નબીપુર પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ભરૂચ જિલ્લા પોલીસ કરી હતી તે દરમિયાન જ કરજણના શિનોર ચોકડી પાસેથી જ એક કારમાં ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય એક ફોરવીલ કારમાં ફરાર લૂંટારો ટોળકી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા અને સમગ્ર લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો હતો જોકે સમગ્ર લૂંટનો પ્લાન્ટ કોણે કેવી રીતે અને કેટલા સમય લૂંટની ઘટના માટે રેકી કરી હતી તે સંપૂર્ણ માહિતી ભરૂચ જિલ્લા પોલીસે મેળવવાના પ્રયાસો કરતાં ઝડપાયેલા આરોપીઓના મોબાઇલમાં whatsapp ચેટિંગ મારફતે ભેદ ઉકેલાયો હતો જેમાં લુટનો પ્લાન્ટ ઘડનાર મુખ્ય સૂત્રધાર અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં મર્ડરના ગુનામાં સજા ભોગવતો અને વચગાળાના જામીન મેળવી ફરાર થઈ લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાનો ભેદ ઉકેલાયો હતો જેમાં હત્યા અને અપહરણના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટી ફરાર થયેલો મુખ્ય આરોપી નીરવ ઉર્ફે રવિ શાહ હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા
સામલોદ ગામ નજીકની લૂંટની ઘટનાનો પ્લાન્ટ ઘડનાર નીરવ ઉર્ફે રવિ શાહનાઓએ આર્થિક સંકળામણના કારણે સોની વેપારીને લૂંટવાનો પ્લાન ઘડી કાઢેલ જેમાં તેણે પાંચ લાખ રૂપિયા મનોજને આપવાનું જણાવી નાસિકથી ચાર માણસો તૈયાર કરેલ અને 3 લાખ રૂપિયા આપવાનું નક્કી કરી અમદાવાદથી માણસો તૈયાર કરાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ લૂંટમાં સફળ નહીં જતા હવે ચેન્નાઈ ખાતે માણસો તૈયાર કરી લૂંટનો પ્લાન્ટ બનાવતો હોવાનું કબુલાત મુંબઈથી ઝડપાયેલા અને હત્યા અને અપહરણના ગુનામાં સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર ફરાર થયેલો અને ભરૂચ પોલીસના હાથે ઝડપાઈ ગયેલો નીરવ ઉર્ફે રવિ મહેશ શાહ ભરૂચ પોલીસના હાથે લાગી જતા વધુ ભેદ ઉકેલવા માટે ભરૂચ પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે
લૂંટનો પ્લાન ઘડનાર મુંબઈ પુના રોડ ઉપર ફાઉન્ટેન હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપાયો..
ભરૂચ જિલ્લાના સામલોદ ગામ નજીક સવા કરોડની લૂંટનો પ્લાન્ટ બનાવનાર મુખ્ય સૂત્રધાર નીરવ ઉર્ફે રવિ શાહ ભરૂચ પોલીસના હાથે મુંબઈ પુના રોડ ઉપર આવેલા ફાઉન્ટેન હોટલના કમ્પાઉન્ડમાંથી જળવાઈ જતા તેની ધરપકડ કરી ભરૂચ લવાયો હતો અને સમગ્ર લૂંટ અંગે પૂછપરછ કરતા તેણે લૂંટનો પ્લાન કર્યો હોવાની કબુલાત કરી હતી
નીરવ ઉર્ફે રવિ શાહે 2015માં બાળકનું અપહરણ કરી 40 લાખની ખંડણી માંગી હત્યા કરી હોવાના ગુનામાં જેલમાં હતો..
ભરૂચ પોલીસના હાથે મુંબઈથી ઝડપાયેલો નીરવ ઉર્ફે રવિ મહેશ શાહએ વર્ષ 2015માં માસુમ બાળક દેવાંગ ઠાકરનું અપહરણ કરી 40 લાખની ખંડણી માંગી હતઅને ત્યારબાદ બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી અને પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ખંડડી અને હત્યાના ગુનો દાખલ હોય તેને આજીવન કેદની સજા થતા તેણે જેલમાંથી પેરોલ ઉપર છૂટી ભરૂચમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો વિસ્ફોટ થયો છે
ભરૂચ નજીક સવા કરોડની લૂંટમાં અત્યાર સુધી ઝડપાયેલા લુટારુઓ..
સંદીપકુમાર બાબુભાઈ પટેલ રહેવાસી મહેસાણા
કરણભાઈ ભાવેશભાઈ પટેલ રહે નાશિક મહારાષ્ટ્ર
પ્રવીણભાઈ દિલીપભાઈ વાઘ રહે નાશિક મહારાષ્ટ્ર
દેવકુમાર ઉર્ફે દેવ પ્રકાશચંદ બાબુલાલ નાગર રહે રાજસ્થાન
મનોજ ઉર્ફે મુન્નો દિલીપ ડામોર સોનવાણે રહે નાસિક મહારાષ્ટ્ર
નીરવ ઉર્ફે રવિ મહેશ શાહ રહે મહેસાણા (મુખ્ય સૂત્રધાર)
લૂંટના ગુનામાં વપરાયેલી કાર અને મુદ્દા માલ..
નેકશોન ગાડી નંબર :- MH-15-HM-8470
વેન્યુ ગાડી નંબર :- GJ-18-BL-1180
દેશી તમંચો (પિસ્તોલ)
લુંટારૂ ટોળકી દહેજની એક હોટલમાં રોકાયા હતા..
લૂંટની ઘટનાને અંજામ આપવા માટે લૂંટારૂ ટોળકી દહેજ નજીકની એક હોટલ ઉપર રોકાયા હતા અને રાતવાસો ફોરવીલ ગાડીમાં કર્યો હોવાની કબુલાત કરી હતી. દહેજ નજીક લૂંટ કરવાના હતા પરંતુ જગ્યા અનુકૂળ ન લાગતા સોની નો પીછો કરી દહેજ થી જોલવા ભરૂચ થઈ આખરે નબીપુર નજીક આવવાનું જગ્યાએ લૂંટની ઘટનાને અંજામ આપી લૂંટરૂ ટોળકી ભાગી હોવાની કબુલાત કરી છે
જગન્નાથ રથયાત્રા પહેલા જ લુટને અંજામ આપવા રેકી કરી હતી
અમદાવાદનો સોની દર મહિને ભરૂચમાં જ્વેલર્સને વેપારીઓને સોનાના દાગીના આપવા જતો હોય જેને લઇ લૂંટારો ટોળકી રથયાત્રાની અગાઉ રેકી કાઢી લૂંટનો પ્લાન કર્યો હતો પરંતુ રથયાત્રાના લઇ સોની ભરૂચ આવ્યો ન હતો અને રથયાત્રાના ત્રીજા દિવસે 22 જૂનના રોજ અમદાવાદ નો સોની મુકેશ સોની ભરૂચ આવતા જ લૂંટારો ટોળકીએ લૂંટને અંજામ આપ્યો હોવાની પણ માહિતી સામે આવી છે
આપણ વાંચો -પંચમહાલના કાલોલના રોયણ ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર