ભરૂચમાં કંપની દ્વારા રાત્રે ઝેરી ગેસ છોડતા લોકોને આંખ અને શ્વાસની...
- UPL-12 કંપનીના ઝેરી ગેસથી પાદરીયા ગામ થઈ રહ્યું પરેશાન
- આ કંપનીના સત્તાધીશો દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા છે
- પાદરીયા ગામના લોકોએ કલેક્ટર ફરિયાદ નોંધાવી
Baruch News : ગુજરાતમાં રાજ્યમાંથી વધુ એક ફેક્ટરીએ પોતાના કમાવવાના ધ્યેયને પુરવાર કરવા માટે સામાન્ય અને માસૂમ નાગરિકોનો જીવ જોખમમાં મૂક્યો છે. ત્યારે આ વખતે મામલો કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે. આ ઘટનામાં ફેક્ટરી દ્વારા દરરોજ રાત્રે ઝેરી ગેસ છોડવામાં આવે છે. ત્યારે આ ફેક્ટરીની આસપાસ રહેતા નાગરિકોને આંખમાં બળતરા થવા લાગે છે. તે ઉપરાંત અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આ ફેક્ટરીની વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. તે ઉપરાંત જિલ્લા કચેરીને પણ આ અંગે ફરિયાદ કરી છે.
UPL-12 કંપનીના ઝેરી ગેસથી પાદરીયા ગામ થઈ રહ્યું પરેશાન
મળતી માહિતી મુજબ, કચ્છના ભરૂચ જિલ્લામા દહેજ GIDC માં કડોદરા ગામ નજીક UPL-12 કંપની આવેલી છે. તો આ UPL-12 કંપની દ્વારા ગત 4 નવેમ્બરના રોજ રાત્રે હવામાં એક ઝેરી વાયુ છોડવામાં આવ્યો હતો. તેના કારણે UPL-12 કંપનીની નજીક આવેલા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ ઝેરી ગેસથી આંખમાં તીવ્ર બળતરા અને શરીરના બાહ્ય અંગો ચચરવા લાગ્યા હતા. તો UPL-12 કંપનીની નજીક આવેલા પાદરીયા ગામના લોકોએ UPL-12 કંપનીને આ અંગે રજૂઆત કરી હતી. પરંતુ તેમણે આંખ આડા કાન કર્યા હતા.
આ પણ વાંચો: નરાધમે સહકર્મીને બહેન બનાવીને તેની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ
આ કંપનીના સત્તાધીશો દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા છે
બીજી તરફ પાદરીયા ગામના લોકો જણાવી રહ્યા છે કે,અમે અમારા ઘરની બહાર પગ પણ મુકી શકતા નથી. અમારા બાળકો પીડાઈ રહ્યા છે. ત્યારે કંપનીના અધિકારીઓ યુનિટી હેડ દિપક ગધ તેમજ HR ના હેડ જગદીશ પતનાકરએ પાદરીયા ગામના લોકોને જણાવ્યુ હતું કે, તમે ચહેરા ઉપર પાણી મારો બધું સારુ થઈ જશે. ત્યારે ગામ લોકો જણાવી રહ્યા છે કે આ કયા કેમિકલનો ગેસ છે અને ચહેરા પર પાણી મરતા કોઈ આડઅસર થશે તો જવાબદાર કો. ત્યારે નીરવ ભાવસાર સાહેબે જણાવ્યુ કે હું જવાબદારી લવ છું.
પાદરીયા ગામના લોકોએ કલેક્ટર ફરિયાદ નોંધાવી
ગામના લોકો જણાવી રહ્યા છે કે આ કંપનીના સત્તાધીશો દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા છે. પાદરીયા ગામના લોકો આ ઝેરી ગેસ ગરતરથી આંખોમાં બરતરા અને શ્વસન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જોકે નાગરિકો દ્વારા ભરૂચ કલેક્ટર ઇમર્જન્સી નંબર પર કોલ કરીને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારે હવે, એ જોવાનું રહ્યું કે, ભરૂચ કલેક્ટર દ્વારા આ કંપની અને તેના સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં.
આ પણ વાંચો: સુરતના મોલમાં લાગી વિકરાળ આગ, મોલના 3 માળે અનેક લોકો ફસાયેલા