Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRAI: ઓનલાઇન ફ્રોડથી બચવા માટે સરકારે શોધ્યો રસ્તો...

TRAI : દેશમાં ઓનલાઈન છેતરપિંડી ઝડપથી વધી રહી છે. જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ છેતરપિંડી થાય છે. સાયબર ક્રિમીનલ્સ બેંકના પ્રતિનિધિ તરીકે કોલ કરી છે અને પછી બેંક ખાતા ખાલી કરે છે. તેનાથી બચવા માટે હવે TRAI સરકાર નવી મોબાઈલ...
trai  ઓનલાઇન ફ્રોડથી બચવા માટે સરકારે શોધ્યો રસ્તો

TRAI : દેશમાં ઓનલાઈન છેતરપિંડી ઝડપથી વધી રહી છે. જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ છેતરપિંડી થાય છે. સાયબર ક્રિમીનલ્સ બેંકના પ્રતિનિધિ તરીકે કોલ કરી છે અને પછી બેંક ખાતા ખાલી કરે છે. તેનાથી બચવા માટે હવે TRAI સરકાર નવી મોબાઈલ નંબર સીરીઝ લઈને આવી રહી છે. આ મોબાઈલ નંબર સીરીઝ 160 થી શરૂ થશે. મતલબ કે યુઝર્સ એ ઓળખી શકશે કે જો 160 થી શરૂ થતા મોબાઈલ નંબર પરથી કોલ આવે છે, તો તે બેંકિંગ અથવા નાણાકીય વ્યવહાર સાથે સંબંધિત હશે. આ સિવાય કોઈપણ નંબર પરથી આવતા કોલ ફ્રોડ હશે અને આ રીતે ફ્રોડ કોલને ઓળખી શકાય છે.

Advertisement

બેંક અથવા નાણાકીય વ્યવહારો માટે નવા મોબાઈલ નંબર આપવામાં આવશે

ટ્રાઈના અહેવાલ મુજબ, સરકાર ખાસ કરીને બેંક અથવા નાણાકીય વ્યવહારો માટે 160 થી શરૂ થતા નંબરો રોલ આઉટ કરવાની તૈયારી કરી રહી છે. ટ્રાઈના જણાવ્યા અનુસાર, પહેલા 160 મોબાઈલ નંબરની શ્રેણી ભારતીય રિઝર્વ બેંક, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા તેમજ વીમા અને પેન્શન સંબંધિત સંસ્થાઓ માટે શરૂ કરવામાં આવશે. આ પછી, 160 નંબરની શ્રેણીને અન્ય બેંકિંગ વ્યવહારો માટે તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે.

140 નંબર શ્રેણી

અગાઉ 140 થી શરૂ થતી મોબાઈલ નંબર સીરીઝ બહાર પાડવાના અહેવાલ હતા. એવું માનવામાં આવતું હતું કે આ મોબાઇલ નંબર સીરિઝ પ્રમોશનલ કૉલ્સ અને વૉઇસ સંદેશાઓ માટે રોલઆઉટ થઈ શકે છે.

Advertisement

શું ફાયદો થશે?

આ મોબાઈલ નંબર સીરીઝના રોલઆઉટ પછી, સામાન્ય વપરાશકર્તાઓ સામાન્ય કૉલ્સ અને પ્રમોશનલ અને બેંકિંગ કૉલ્સ વચ્ચેના તફાવતને સમજી શકશે. તેનાથી બેંકિંગ ફ્રોડ જેવી ઘટનાઓને રોકવામાં મદદ મળશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ફ્રોડ ફોન કોલના કેસમાં પણ ઘટાડો થવાની આશા છે.

આ પણ વાંચો----- Digital Indian Bill: ભારતીય ટેક્નોલોજી AI અને Deepfake પર કાબૂ મેળવશે, સંસદમાં પસાર થશે ઠરાવ

Advertisement

આ પણ વાંચો----- X Updates: હવે, Elon Musk ના X.com પર લાઈક કરેલી પોસ્ટ ત્રાહિત વ્યક્તિ નહીં જોઈ શકે

Tags :
Advertisement

.