Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : પાર્ટટાઈમ જોબના નામે ઓનલાઈન છેતરપિંડી આચરનારો ઝડપાયો, આવી રીતે આચરતો હતો Fraud

સુરતમાં લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે... ત્યારે સુરત શહેરમાં ટેલીગ્રામ એકાઉન્ટ થકી ઓનલાઇન પાર્ટ ટાઇમજોબ આપવાની વાતચીત કરી યુ-ટ્યુબમાં વીડીયો જોઇ લાઇક કરવાના ટાસ્ક આપી ફરીયાદીને US ડોલર લે-વેચ કરવા માટેની લીંક મોકલી તેમાં US ડોલર લે-વેચના ટાસ્ક...
surat   પાર્ટટાઈમ જોબના નામે ઓનલાઈન છેતરપિંડી આચરનારો ઝડપાયો  આવી રીતે આચરતો હતો fraud

સુરતમાં લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે... ત્યારે સુરત શહેરમાં ટેલીગ્રામ એકાઉન્ટ થકી ઓનલાઇન પાર્ટ ટાઇમજોબ આપવાની વાતચીત કરી યુ-ટ્યુબમાં વીડીયો જોઇ લાઇક કરવાના ટાસ્ક આપી ફરીયાદીને US ડોલર લે-વેચ કરવા માટેની લીંક મોકલી તેમાં US ડોલર લે-વેચના ટાસ્ક પુરા કરાવી ત્યારબાદ USD લે-વેચના ટાસ્કમાં ફરીયાદી નુકશાન કરાવી છેતરપિંડી કરનાર આરોપીને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કેળના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Advertisement

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા

સુરત શહેરમાં છેલ્લા કેટલાંય સમયથી સાયબર ક્રાઇમ ની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે... જેમ જેમ સોશિયલ મીડિયા નો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ છેતરપિંડીના ગુનામાં પણ વધારો થઈ રહ્યો છે આજે જે લોકો પણ સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે કે તમામ લોકોને ઓનલાઇન કમાવવા માટેની વિવિધ લાલચો આપવામાં આવે છે અને જ્યારે એ વ્યક્તિ ભોળવાઈ જતો હોય છે ત્યારે આવા લેભાગુ તત્વો ફ્રોડ કરીને પલાયન થઈ જતા હોય છે.

આવી રીતે આચરી છેતરપિંડી

ગત તા. 28/03/2023 થી તા.30/03/2023 દરમ્યાન ફરીયાદીને અજાણ્યા મોબાઇલ નંબર ધરાવનાર ફરીયાદી HCL Tech કંપની માંથી વોટ્સએપમાં મેસેજ કરી અને ટેલીગ્રામ એકાઉન્ટમાંથી વાત કરનાર તથા અન્ય ટેલીગ્રામ એકાઉન્ટમાંથી વાતચીત કરનાર ઇસમોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી પાર્ટ ટાઇમજોબ આપવાની વાતચીત કરી યુ-ટ્યુબમાં વીડીયો જોઇ લાઇક કરવાનો ટાસ્ક આપી ફરીયાદીને US ડોલર લે-વેચ કરવા માટેની લીંક મોકલી તેમાં ફરીયાદીને રજીસ્ટ્રેશન કરાવી તેમાં US ડોલર લે-વેચના ટાસ્ક કરાવી ફરીયાદી ચોક્કસ રકમનો નફો આપ્યા બાદ US ડોલર લે-વેચના ટાસ્કમાં ફરીયાદીને નુકશાન કરાવી નુકશાન ભરપાઇ કરવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા ટ્રાન્સફર કરાવેલા જે પૈકી રૂ. 2949/- નો નફો આપી બાકીના ફરીયાદીના રૂ. 6,11,056.9/-રૂપીયા પરત ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુન્હો કર્યો હતો. આ સમગ્ર ગુન્હામાં અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂ. 2,20,661 /- ફ્રીઝ કરાવવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે

Advertisement

પોલીસે આરોપીને ઝડપ્યો

પોલીસે સમગ્ર ગુન્હામાં ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી મો.અરસલાન આસીફ ટાંકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાયબર સેલ આ આરોપીને કોની કોની સાથે છેતરપિંડી કરી છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ આરોપીના રિમાન્ડ મેળવીને સાયબર સેલ સમગ્ર કેસમાં તળિયા ઝાટક તપાસ કરશે કે કેમ... સમગ્ર છેતરપિંડી ટેલીગ્રામ ઉપર થઈ છે ત્યારે લોકોએ પણ ટેલીગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતોથી ચેતવું જરૂરી છે.

અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત

Advertisement

આ પણ વાંચો : PANCHMAHAL : વરસાદી પાણીના નિકાલના અભાવે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.