Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : ગરબા રમીને ઘરે જતાં બાઇકસવાર 4 યુવકોને ફોર્ચ્યુનર કારચાલકે મારી ટક્કર, 3 નાં મોત

Banaskantha નાં ધાનેરામાં કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત બાઈક સવાર 4 પૈકી 3 યુવકોના ઘટના સ્થળે જ મોત અન્ય એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો અકસ્માત બાદ ફોર્ચ્યુનર ચાલક કાર મૂકી ફરાર થયો બનાસકાંઠાનાં (Banaskantha) ધારેનામાં ગમખ્વાર અકસ્માત...
banaskantha   ગરબા રમીને ઘરે જતાં બાઇકસવાર 4 યુવકોને ફોર્ચ્યુનર કારચાલકે મારી ટક્કર  3 નાં મોત
  1. Banaskantha નાં ધાનેરામાં કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત
  2. બાઈક સવાર 4 પૈકી 3 યુવકોના ઘટના સ્થળે જ મોત
  3. અન્ય એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
  4. અકસ્માત બાદ ફોર્ચ્યુનર ચાલક કાર મૂકી ફરાર થયો

બનાસકાંઠાનાં (Banaskantha) ધારેનામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખીંમત ગામે ગરબા રમીને ચાર યુવક બાઇક પર પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે એક પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 4 પૈકી 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક યુવકને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થયો છે. આ મામલે પાંથાવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : રવિવારે રજાનાં દિવસે CM એ બોલાવી કેબિનેટની બેઠક, નવાજૂની થવાના એંધાણ

ખીંમત ગામે ગરબા રમી પરત ધરે જઈ રહ્યા હતા યુવકો

Advertisement

પ્રાથમિક માહિતી મુજબ, બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં ધાનેરા તાલુકાનાં (Dharena) ખીંમત ગામે ગરબા રમીને ચાર યુવક એક બાઇક પર પોતાનાં ગામ ઘાડા તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક ફોર્ચ્યુનર કારનાં (Fortuner Car) ચાલકે બાઇક સવાર યુવકોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. આથી, ચારેય યુવક હવામાં ફંગોળાઈને પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં 4 પૈકી 3 યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Rajkot હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

4 પૈકી 3 યુવકના મોત, કારચાલક કાર મૂકી ફરાર

બીજી તરફ અકસ્માત સર્જીને ફોર્ચ્યુનર કારચાલક ઘટના સ્થળ પરથી ફરાર થયો હતો. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પાંથાવાડા પોલીસની (Panthawada Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર ફોર્ચ્યુનર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. પોલીસે મૃતકનોનાં મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. એક સાથે 3 યુવકોનાં મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Navratri 2024: સ્વામિનારાયણના સ્વામીના બફાટનો ચોતરફ વિરોધ, અનેક લોકો આ નિવેદનને વખોડ્યું

Tags :
Advertisement

.