બનાસકાંઠાને લાંછન લગાડતી ઘટના, અંબાજી નજીક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
- અંબાજી નજીક 15 વર્ષની સગીરાને નરાધમોએ પીંખી નાખી
- સગીરાને ઝાડીમાં ખેંચી જઈ 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યું
- દુષ્કર્મની ઘટનાને લઈને અંબાજી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
Banaskantha: ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ત્રણથી વધાકે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અત્યારે બનાસકાંઠા (Banaskantha )ના અંબાજી નજીક પણ એક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. અંબાજી નજીકના ગામમાં રહેતી 15 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સગીરાને ઓળખીતો શખ્સ બાઇક ઉપર બેસાડી છાપરી રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં અન્ય 6 શખ્સોએ સાથે મળી તેણીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.
સગીરાને ઝાડીમાં ખેંચી જઈ 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યું
મળતી વિગતો પ્રમાણે અંબાજી ગબ્બર નજીક સગીરાને ઝાડીમાં ખેંચી જઈ 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. 15 વર્ષીય સગીરા પોતાના મોટાબાપાના ઘરે જઈ રહી હતી ત્યારે કોઈ ઓળખીતો વ્યક્તિ તેને બાઈક પર લઈ ગયો હતો. મહત્વનું છે કે, સગીરા શખ્સને ઓળખતી હશે તો બાઈક પર બેઠી પરંતુ તેને ક્યા ખબર હતી કે આજે તેની આબરૂ લૂંટાવાની છે. આ શખ્સ સગીરાને છાપરી રોડ પર લઈ ગયો હતો. ત્યારે અન્ય 6 શખ્સો પણ હતા અને આ તમામ નરાધમીઓએ મળીને 15 વર્ષની સગીરાને પીંખી નાખી હતી.
આ પણ વાંચો: CR પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - કલમ 370 હટાવ્યા બાદ..!
સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નોંધનીય છે કે, સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે, હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી. આખરે શા માટે આવા નરાધમોને કાયદાનું કોઈ ભાન નથી. શું આ લોકોમાં પોલીસનો કોઈ ડર છે જ નહીં? એક 15 વર્ષની માસૂમ સગીરા સાથે અમાનવિય વર્તન કરતા આ લોકોને જીવ કેમ અકળાતો નથી? આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. આવી અનેક ઘટનાઓ બની રહીં છે પરંતુ દાખલો બેસે તેવી કોઈને સજા કરવામાં આવતી નથી જેના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. જે ગુજરાત માટે ખુબ જ ચિંતાની વાત છે.
આ પણ વાંચો: ભ્રષ્ટ અધિકારીઓ સામે 'દાદા' સરકારની લાલ આંખ! વધુ 2 સરકારી કર્મીઓને ફરજિયાત નિવૃત્તિ
માવજી પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા
બનાસકાંઠા (Banaskantha )ના અંબાજીમાં સગીરા પર દુષ્કર્મ મુદ્દે અત્યારે રાજકારણ પણ ગરમાયું છે. વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી પટેલે સરકાર પર પ્રત્યક્ષ અને આકરા પ્રહાર કર્યા છે.માવજી પટેલે કહ્યું કે, આવી ઘટનાઓથી ગુજરાતની ગરિમા પર લાંછન લાગે છે. સરકાર બહેન-દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડી છે. બહેન-દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે.’
આ પણ વાંચો: Gandhinagar : ભારતના પુશ અપ મેન રોહતાસ ચૌધરી 9 નવેમ્બરે પાકિસ્તાનનો રેકોર્ડ તોડશે