રવિ કૃષિ મહોત્સવ 2024 નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, 2.5 લાખ ખેડૂતો ભાગ લેશે
- Farmers ને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા
- પીએએ મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ખેતીને નવી દિશા આપી
- કૃષિનો વિકાસ દર શૂન્યમાંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે
Banaskantha Ravi Kishi Mahotsav 2024 : આજરોજ બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં રવિ કૃષિ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા CM Bhupendra Patel ના હસ્તે કૃષિ પ્રદર્શનના સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રવિ કૃષિ મહોત્સવ 2024 માં કૃષિ મંત્રી રાધવજી પટેલ, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ખેતીને નવી દિશા આપી
CM Bhupendra Patel એ રાજ્યકક્ષાના રવી કૃષિ મહોત્સવ 2024 માં દાંતીવાડા ખાતે 12 જેટલા પ્રગતિશીલ Farmers ને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ કરાયું છે. આ બે દિવસીય રવી કૃષિ મહોત્સવના આયોજનનો લાભ અંદાજે 2.50 લાખ Farmers લઈ શકશે. રવિ કૃષિ મહોત્સવ 2024 માં CM Bhupendra Patel એ કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારે CM Bhupendra Patel જણાવ્યું હતું કે, Farmers ને કઈક ને કઈ મુસીબત આવી જાય તો પણ ખેડૂત લાગેલા રહે છે અને એનું પરિણામ પણ અત્યારે મળી રહ્યું છે. સરકાર Farmers ની સાથે હંમેશા ઉભી રહે છે. ડો બાબા સાહેબની પુણ્યતિથિએ હું એમને વંદન કરું છું, અઢી દાયકા પહેલાં ગુજરાતના ખેડૂત અને ખતીની સ્થતિ સૌને ખબર છે. દુકાળ અને પાણીની તંગીને લઈને આકાશી ખેતી કરવી પડતી હતી. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ખેતીને નવી દિશા આપી છે.
આ પણ વાંચો: આરોપીઓના સ્વાગપાણી કરતા Police Inspector ને કરાયા સસ્પેન્ડ
કૃષિનો વિકાસ દર શૂન્યમાંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જનસભાને કહ્યું હતું કે, તાત્કાલિન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય, તે માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો. જે આજે CM Bhupendra Patel ની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે. કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા અને ઓછી કિંમતે વધુ લાભનું માર્ગદર્શન કૃષિ મેળામાં આપવામાં આવી રહ્યું છે. કૃષિનો વિકાસ દર શૂન્યમાંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે. Farmersને પોષણસમ ભાવ મળે તે માટે સરકારે ટેકના ભાવે ખરીદી શરૂ કરી છે.
આ પણ વાંચો: Ponzi Scheme: ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે છટકી નહીં શકે