Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : સાધ્વીજીની છેડતી મામલે સાંસદ Geniben Thakor ના પોલીસ પર ગંભીર આરોપ..!

બનાસકાંઠામાં જૈન સાધ્વી છેડતીનો મામલો સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ ગેનીબેન ઠાકોરના આક્ષેપને SPએ પાયા વિહોણા ગણાવ્યા Banaskantha: બનાસકાંઠા (Banaskantha) માં જૈન સાધ્વી સાથે છેડતી (Jain nun molesting) ની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે...
banaskantha   સાધ્વીજીની છેડતી મામલે સાંસદ geniben thakor ના પોલીસ પર ગંભીર આરોપ
  • બનાસકાંઠામાં જૈન સાધ્વી છેડતીનો મામલો
  • સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ
  • ગેનીબેન ઠાકોરના આક્ષેપને SPએ પાયા વિહોણા ગણાવ્યા

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) માં જૈન સાધ્વી સાથે છેડતી (Jain nun molesting) ની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આ ઘટનામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Ganiben Thakor) પોલીસ (police) પર આક્ષેપ (Accusation) કર્યા છે. પોલીસ ઠાકોર સમાજના  (Thakor Community) યુવકો પાસે ગુનો કબૂલવા મથામણ કરતી હોવાનો ગંભીર આરોપ  લગાવ્યો છે.

Advertisement

ગેનીબેન ઠાકોરના આક્ષેપને બનાસકાંઠા SP એ પાયા વિહોણા ગણાવ્યા

ત્યારે આ મામલો ગેનીબેન ઠાકોરના આક્ષેપને બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા (Akshayraj Makwana) એ પાયા વિહોણા ગણાવ્યા હતા. એસપીએ જણાવ્યું હતું કે, સાધ્વી છેડતી કેસમાં 350 કરતા પણ વધુ લોકોની પૂછપરછ કરી છે. ઉપરાંત બનાસકાંઠા પોલીસે કોઈ સાથે મારામારી કે સ્વમાન ખોવાય તેવું કર્યું નથી. તેમણે વધુમાં કહ્યુ હતુ કે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરી રહ્યા છીએ.

Advertisement

આ  પણ  વાંચો -Dwarka ના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોનું CM એ હવાઈ નિરીક્ષણ કર્યું

શું હતી સમગ્ર ઘટના

બનાસકાંઠા જિલ્લા (Banaskantha District) માં જૈન સાધ્વી સાથે છેડતી થયાની ઘટના સામે આવી હતી. Banaskantha ના ભાભરમાં બપોરના સમયે જૈન સાધ્વીની છેડતીની આ ઘટના ઘટી હતી. કામ અર્થે જૈન સાધ્વી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન બે અજાણ્યા યુવકોએ જૈન સાધ્વીજી સાથે અસભ્ય વર્તન કરીને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે, જૈન સાધ્વીજીએ બૂમાબૂમ કરતાં બન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. આચાર્ય વિજય સોમસુંદરસુરીજી જૈન સાધ્વી સાથેની છેડતીની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે, તો વળી, જૈન સમાજ અને અન્ય સમાજ આ મામલે આક્રોશમાં છે.

Advertisement

Tags :
Advertisement

.