Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : જૈન સાધ્વીજી સાથે છેડતીનાં પ્રયાસ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું- જરૂર પડશે તો..!

બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીને લઈ ભારે આક્રોશ 24 કલાકમાં આરોપીની ધરપકડ થાય : સાંસદ ગેનીબેન ઠાકોર જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં પણ બેસીશુંઃ ગેનીબેન બનાસકાંઠાનાં (Banaskantha) ભાભરમાં ખૂબ જ શરમજનક ઘટના બની હતી. બપોરે કામથી બહાર નીકળેલા જૈન સાધ્વીજી...
banaskantha   જૈન સાધ્વીજી સાથે છેડતીનાં પ્રયાસ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા  કહ્યું  જરૂર પડશે તો
  1. બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીને લઈ ભારે આક્રોશ
  2. 24 કલાકમાં આરોપીની ધરપકડ થાય : સાંસદ ગેનીબેન ઠાકોર
  3. જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં પણ બેસીશુંઃ ગેનીબેન

બનાસકાંઠાનાં (Banaskantha) ભાભરમાં ખૂબ જ શરમજનક ઘટના બની હતી. બપોરે કામથી બહાર નીકળેલા જૈન સાધ્વીજી (Jain Sadhviji) સાથે બે લોકોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ કલંક લગાવતી ઘટનાને લઈ ચોતરફ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આરોપીઓને ઝડપી અને કડક સજા કરવામાં આવે તેવી માગ ઊઠી છે. આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Ganiben Thakor) પણ પ્રતિક્રિયા આપી છે.

Advertisement

આ પણ વાંચો - BANASKANTHA: કામ માટે નીકળેલી જૈન સાધ્વી સાથે છેડતીનો પ્રયાસ, બૂમાબૂમથી નરાધમો ભાગી છૂટયા

Advertisement

હું જૈન સમાજ સાથે છું : સાંસદ ગેનીબેન

બનાસકાંઠાનાં (Banaskantha) ભાભરમાં (Bhabhar) જૈન સાધ્વીજી કોઈ કામ અર્થે બપોરનાં સમયે બહાર નીકળ્યા હતા. ત્યારે બે લોકોએ તેમની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાધ્વીજીએ બુમાબુમ કરતા બંને નરાધમ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકોએ આરોપીઓની ધરપકડ અને કડક સજાની માગ કરી છે. આ મામલે હવે સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, હું જૈન સમાજ સાથે છું.

આ પણ વાંચો - અહો આશ્ચર્યમ્... 20 મહિના ઘરે બેસીને 15 લાખનો પગાર આરોગી ગઈ અધિકારી! પૂર્વ RTO અધિકારીનો આક્ષેપ

Advertisement

જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં પણ બેસીશુંઃ ગેનીબેન

સાંસદ ગેનીબેને આગળ જણાવ્યું કે, 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ થાય અને તેમને કડક સજા કરવામાં આવે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આ મામલે ન્યાય માટે જો જરૂર પડશે તો પોલીસ સ્ટેશનમાં પણ બેસીશું. જણાવી દઈએ કે, આ શરમજનક ઘટનાને લઈ આચાર્ય વિજય સોમસુંદરસુરિજીએ ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે પોલીસ (Bhabhar Police) દ્વારા પણ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો - Gandhinagar માં 'સાઉથ ફિલ્મ' જેવા દ્રશ્યો! જાહેર માર્ગ પર 200 ની સ્પીડે કાર હંકારી જોખમી સ્ટંટ કર્યાં, થયા આવા હાલ

Tags :
Advertisement

.