Banaskantha : જૈન સાધ્વીજીની છેડતીનાં પ્રયાસનો મામલો, 24 કલાક પછી પણ આરોપીઓની નહીં મળી ભાળ
- ભાભર પોલીસે આરોપીનો સ્કેચ બનાવી વાયરલ કર્યો (Banaskantha)
- 24 કલાક પૂર્ણ થવા છતાં આરોપી ન મળતા સ્કેચ બનાવ્યો
- છેડતીનો પ્રયાસ કરનારા શખ્સોને પકડવા તપાસ તેજ
બનાસકાંઠાનાં (Banaskantha) ભાભરમાં જૈન સાધ્વીજી (Jain Sadhviji) સાથે બે નરાધમો દ્વારા છેડતીનાં પ્રયાસ મામલે મોટા સમાચાર આવ્યા છે. ભાભર પોલીસે (Bhabhar Police) આરોપીનો સ્કેચ બનાવીને વાઇરલ કર્યો છે. ઘટનાને 24 કલાક પૂર્ણ થવા છતાં આરોપી ન મળતા હવે પોલીસ દ્વારા સ્કેચ બનાવવામાં આવ્યો છે. જૈન સાધ્વીજી સાથે શરમજનક કૃત્યને લઈ લોકોમાં ભારે રોષ છે. આરોપીઓને કડક સજા કરવા માગ ઊઠી છે.
આ પણ વાંચો - Banaskantha : જૈન સાધ્વીજી સાથે છેડતીનાં પ્રયાસ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું- જરૂર પડશે તો..!
ઘટનાને 24 કલાક વીતી ગયા છતાં આરોપીઓની ભાળ મળી નથી
બનાસકાંઠાનાં (Banaskantha) ભાભરમાં (Bhabhar) જૈન સાધ્વીજી કોઈ કામ અર્થે બપોરનાં સમયે બહાર નીકળ્યા હતા. ત્યારે બે લોકોએ તેમની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાધ્વીજીએ બૂમાબૂમ કરતાં બંને નરાધમ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકોએ આરોપીઓની ધરપકડ અને કડક સજાની માગ કરી છે. ઘટનાને 24 કલાક વીતી ગયા હોવા છતાં આરોપીઓની ભાળ ન મળતા હવે પોલીસે શંકાસ્પદ આરોપીનો સ્કેચ (Sketch) બનાવીને વાઇરલ કર્યો છે. ભાભર પોલીસે (Bhabhar Police) આ સ્કેચ બનાવીને જાહેર કર્યો છે.
આ પણ વાંચો - BANASKANTHA: કામ માટે નીકળેલી જૈન સાધ્વી સાથે છેડતીનો પ્રયાસ, બૂમાબૂમથી નરાધમો ભાગી છૂટયા
ભાભર પોલીસે શંકાસ્પદ આરોપીનો સ્કેચ જાહેર કર્યો
આ મામલાની ગંભરતાને જોઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તપાસમાં જોડાયા છે. માહિતી મુજબ, LCB, SOG અને ભાભર પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ આદરી છે. આ મામલે જૈન સમાજનાં (Jain Samaj) અગ્રણી રજંનીભાઈ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પોલીસ અમને પૂરેપૂરો સ્પોર્ટ આપી રહી છે. જૈન સાધ્વીજી સાથે છેડતીનાં પ્રયાસને લઈને માત્ર જૈન સમાજમાં જ નહીં પણ અન્ય સમાજોમાં પણ લોકોમાં ભારે આક્રોશ છે. આરોપીઓને કડક સજાની માગ ઊઠી છે.
આ પણ વાંચો - Gandhinagar : તાંત્રિકો-ભુવાઓ પર સકંજો કસવા તૈયારી, કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ!