ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને પૂરપાટ આવતા જીપચાલકે પાછળથી મારી જોરદાર ટક્કર

અંબાજીમાં સ્કૂલ બાળકોની રિક્ષાને અકસ્માત નડ્યો (Banaskantha)  જીપચાલકે સ્કૂલ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 વિદ્યાર્થીને ઇજા પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બનાસકાંઠામાં (Banaskantha) આવેલા અંબાજી (Ambaji) યાત્રાધામમાં એક ગોઝારો અકસ્માત થયો હોવાની ઘટના...
02:01 PM Oct 01, 2024 IST | Vipul Sen
  1. અંબાજીમાં સ્કૂલ બાળકોની રિક્ષાને અકસ્માત નડ્યો (Banaskantha) 
  2. જીપચાલકે સ્કૂલ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી
  3. અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 વિદ્યાર્થીને ઇજા પહોંચી
  4. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા

બનાસકાંઠામાં (Banaskantha) આવેલા અંબાજી (Ambaji) યાત્રાધામમાં એક ગોઝારો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. શાળાનાં બાળકોથી ભરેલી રિક્ષાને એક જીપચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષા ફંગોળાઈ હતી, જેના કારણે રિક્ષામાં સવાર 3 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જીને ફરાર જીપચાલકની પોલીસે શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Amreli : BJP મહામંત્રી પર હિચકારો હુમલો થતાં ચકચાર! LCB, SOG, ગ્રામ્ય પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

જીપે સ્કૂલ રિક્ષાને ટક્કર મારતા 3 વિદ્યાર્થીઓને ઇજા

બનાસકાંઠાનાં (Banaskantha) અંબાજીમાં આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દાંતા રોડ (Danta Road) પર આવેલા સ્વર્ગારોહણ નજીક શાળાનાં વિદ્યાર્થીઓથી ભરેલી એક રિક્ષા પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક જીપચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષા ફંગોળાઈને આડી પડી હતી, જેના કારણે રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 3 ને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલમાં (Ambaji Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Vadodara : અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજો, નહીંતર...! : જશપાલસિંહ

અકસ્માત સર્જીને જીપચાલક ફરાર થયો

માહિતી મુજબ, એક વિદ્યાર્થીને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે હિંમતનગર (Himmatnagar) ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જીને જીપચાલક (Jeep) ફરાર થઈ ગયો હતો. આ મામલે અંબાજી પોલીસે અજાણ્યા જીપચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Prantij : કાર પલટી ગયા બાદ દોઢ કરોડની સનસનીખેજ લૂંટ...

Tags :
AmbajiAmbaji Civil Hospitalambaji policeBanaskanthaDanta RoadGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHimmatnagarJeep and School Rickshaw AccidentLatest Gujarati NewsRaod Accident
Next Article