ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : 8-6 વર્ષનાં ભાઈ-બહેને સવા કલાકમાં સર કર્યો 'ગુરુ પર્વત', લહેરાવ્યો તિરંગો, જુઓ Video

બનાસકાંઠામાં બે બાળકો ગુરુ પર્વત ચડી તિરંગો લહેરાવ્યો માત્ર સવા કલકામાં જ ગુરુ પર્વત ચડી ગયા અને તિરંગો ફરકાવ્યો 8 વર્ષીય યોહાન અને 6 વર્ષીયનાં ખંજને તિરંગો લહેરાવી ઉજવણી કરી આજે દેશભરમાં સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી કરવામાં આવી...
03:33 PM Aug 15, 2024 IST | Vipul Sen
  1. બનાસકાંઠામાં બે બાળકો ગુરુ પર્વત ચડી તિરંગો લહેરાવ્યો
  2. માત્ર સવા કલકામાં જ ગુરુ પર્વત ચડી ગયા અને તિરંગો ફરકાવ્યો
  3. 8 વર્ષીય યોહાન અને 6 વર્ષીયનાં ખંજને તિરંગો લહેરાવી ઉજવણી કરી

આજે દેશભરમાં સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળે ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠામાં (Banaskantha) નાના ભૂલકાંઓએ અનોખી રીતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે. નાનકડા ભાઈ-બહેને માત્ર સવા કલાકમાં જ ગુરુ પર્વત ચડીને ટોચ પર તિરંગો લહેરાવ્યો છે.

આ પણ વાંચો - India Independence Day : મંદિરો 'ભારત માતા કી જય' નાં જયઘોષથી ગૂંજી ઊઠ્યા, ભગવાનને ખાસ શણગાર, જુઓ Photos

માત્ર સવા કલાકમાં જ ગુરુ પર્વત પર ચઢી ગયા

બનાસકાંઠાનાં (Banaskantha) પાલનપુરમાં (Palanpur) રહેતા 8 વર્ષીય ભાઈ યોહાન અને 6 વર્ષીય બહેન ખંજને 78 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. યોહાન અને ખંજને માત્ર સવા કલાકમાં જ ગુરુ પર્વત પર ચઢી ગયા હતા અને ટોચ પર જઈને તિરંગો ઝંડો લહરાવ્યો હતો. વરસાદી માહોલ હોવાથી ભારે વરસાદ પણ પડી રહ્યો હતો. પરંતુ, તેમ છતાં નાનકડા ભૂલકાંઓનો જુસ્સો અડીખમ રહ્યો અને પોતાની ઇચ્છા પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો - Indian Independence Day : દેશભક્તિનાં રંગે રંગાયું ગુજરાત, સમુદ્રમાં ધ્વજવંદન, તિરંગા સાથે દાંડિયા-રાસ, જુઓ Photos

ભાઈ-બહેનોએ પર્વત સર કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

યોહાન અને ખંજને જણાવ્યું હતું કે, 'અમે સવારે ગુરુ પર્વત (Guru Parvat) પર ચઢાઈ કરવા માટે સવારે 5 વાગ્યે નીકળ્યા હતા. વરસાદી અને ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી અમને જોવામાં મુશ્કેલી થઈ હતી, જેથી 2થી 4 વખત અમે પડ્યા પણ હતા. પરંતુ, તેમ છતાં અમે ઉપર ચઢતા રહ્યા અને ગુરુ પર્વત સર કરી તિરંગો લહેરાવ્યો. તેમણે કહ્યું કે, અમને નેચરથી ખૂબ પ્રેમ છે.

આ પણ વાંચો - Independence Day 2024 : 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' નાં આધારે વિકાસનું વિઝનરી ડોક્યુમેન્ટ તૈયાર કરાયું : CM

Tags :
BanaskanthaGujarat FirstGujarati NewsGuru ParvatIndependence DayPalanpur
Next Article