ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Baba Siddique Murder: બાબા સિદ્દીકના મૃત્યુ બાદ લોરેન્સ બિશ્નોઈની પોસ્ટ થઈ વાયરલ!

બાબા સિદ્દીકની હત્યાનો મામલો ચોંકાવનારો ખુલાસો  3 શૂટર્સમાંથી 2 ધરપકડ  કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ વાયરલ  Baba Siddique Murder: બાબા સિદ્દીકની હત્યા(Baba Siddique Murder)થી અનેક સવાલો ઉભા થયા છે. જે રીતે તેની જાહેરમાં ગોળી મારીને...
02:45 PM Oct 13, 2024 IST | Hiren Dave

Baba Siddique Murder: બાબા સિદ્દીકની હત્યા(Baba Siddique Murder)થી અનેક સવાલો ઉભા થયા છે. જે રીતે તેની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી તે ખરેખર ચોંકાવનારી છે. હાલમાં પોલીસ બાબા સિદ્દીકીની હત્યાની તપાસમાં વ્યસ્ત છે. તેના પર હુમલો કરનારા 3 શૂટર્સમાંથી 2 ધરપકડ  કરવામાં આવી છે અને તેમનું કનેક્શન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી એવો દાવો કરવામાં આવ્યો હતો કે બાબા સિદ્દીકીની હત્યામાં બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે છે. તે જ સમયે, હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ વાયરલ થઈ છે.જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ  પોસ્ટની કોઇ પુષ્ટિ કરતું નથી.

શું લખ્યુ છે પોસ્ટમાં ?

બિશ્નોઈ ગેંગની એક વાયરલ ફેસબુક પોસ્ટમાં ઓમ જય શ્રી રામ, જય ભારત એમ લખીને કહેવામાં આવ્યું છે કે હું જીવનનો સાર સમજું છું, હું શરીર અને સંપત્તિને ધૂળ સમજું છું. મેં જે કર્યું તે સારું કામ હતું, મેં જે અનુસર્યું તે મિત્રતાનો ધર્મ હતો. વધુમાં કહ્યું કે સલમાન ખાન, અમે આ જંગ ઇચ્છતા ન હતા. પરંતુ તમે અમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું. આજે જે બાબા સિદ્દીકની શાલીનતાની વાતો થઇ રહી છે તે સમયે દાઉદ સાથે મકોકા એક્ટ હેઠળ હતો. મૃત્યુનું કારણ અનુજ થાપન અને દાઉદને બોલિવૂડ, રાજકારણ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું. પોસ્ટમાં આગળ એમ પણ લખ્યું કે અમારી કોઈની સાથે દુશ્મની નથી. પરંતુ જે કોઈ સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરશે તે પોત પોતાનો હિસાબ રાખી લે. અમારા કોઇ પણ ભાઇને કોઇ મારી નાંખશે તો અમે ચોક્કસપણે પ્રતિક્રિયા આપીશું. અમે ક્યારેય પહેલો હુમલો કર્યો નથી. જય શ્રી રામ જય ભારત.

આ પણ  વાંચો -Lawrence Bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે, 700 શૂટર્સ, 6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય

લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે

NIAએ ગેંગસ્ટર ટેરર​ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ સહિત અનેક નામચીન ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે 'લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાઈ ગઈ છે. દાઉદ ઈબ્રાહિમે જે રીતે 90ના દાયકામાં નાના-નાના ગુના કરીને પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું તે રીતે લોરેન્સે પણ પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. જ્યારે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓથી શરૂઆત કરી હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી. હવે બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવી લીધો છે.’

Tags :
Baba SiddiqueBaba Siddique FuneralBaba Siddique MurderBishnoi gang take Baba Siddique murder responsibilityDawood IbrahimLawrence BishnoiLawrence Bishnoi viral postsalman khan
Next Article