Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Baba Siddique ની હત્યા બાદ ફેરબુક પોસ્ટ કરનારના ઘરે દરોડા પાડતા...

શુભમ લોંકરએ Lawrence Bishnoi ગેંગ સાથે જોડાયેલો અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ Baba Siddique Murder : મુંબઈમાં NCP નેતા Baba Siddique ની હત્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ...
baba siddique ની હત્યા બાદ ફેરબુક પોસ્ટ કરનારના ઘરે દરોડા પાડતા
  • શુભમ લોંકરએ Lawrence Bishnoi ગેંગ સાથે જોડાયેલો
  • અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે
  • હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ

Baba Siddique Murder : મુંબઈમાં NCP નેતા Baba Siddique ની હત્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ Baba Siddique ની હત્યાને લઈ Facebook ઉપર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. ત્યારે આ પોસ્ટના માધ્યમથી Lawrence Bishnoi ગેંગે આ Baba Siddique ની હત્યાની જવાબદારી લીધી છે. તો આ પોસ્ટના માધ્યમથી મુખ્ય આરોપીની શોધ શરું કરવામાં આવી હતી. ત્યારે જે વ્યક્તિએ આ પોસ્ટ વાયરલ કરી હતી. તેને શોધી પાડવામાં આવ્યો હતો.

Advertisement

શુભમ લોંકરએ Lawrence Bishnoi ગેંગ સાથે જોડાયેલો

Baba Siddiqueની હત્યા બાદ Facebook ઉપર જે પોસ્ટ કરવામાં આવી હતી. તેની જવાબદારી કુખ્યાત આરોપી શુભવ લોંકર છે. જેણે Facebook ઉપર પોતાનું નામ શુબ્બુ લોંકર લખીને રાખ્યું છે. જોકે આ પહેલા પણ ફેબ્રુઆરી 2024માં શુભમ પર ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ લાગ્યો હતો. અકોલા પોલીસે તેની પાસેથી ત્રણ પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતાં. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, શુભમ લોંકરએ Lawrence Bishnoi ગેંગ સાથે જોડાયેલો હોય શકે છે.

આ પણ વાંચો: Baba Siddique ના મર્ડર માટે આરોપીઓના ખાસ વ્યક્તિએ જામીન કરાવ્યા

Advertisement

અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે

પરંતુ જ્યારે તાજેતરમાં મુંબઈ પોલીસના આદેશ અનુસાર અકોલા પોલીસ આરોપી શુભવ લોંકરના નિવાસ્થાને પહોંચી હતી. ત્યારે અકોલા પોલીસને તેના ઘરમાંથી માત્ર દરવાજે લટકેલું એક તાડું મળ્યું હતું. તે ઉપરાંત આ લાંબાગાળાથી ખાલી હોવાનું આજુબાજુના રહેવાસીઓએ જણાવ્યું હતું. જોકે અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

Advertisement

હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ

આ મામલે આકોટ ડિવિઝનના એસીપી અમોલ મિત્તલે જણાવ્યું હતું કે આરોપીની Facebook પોસ્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક અકોલા પોલીસની ટુકડી શુભમ લોંકરના ઘરે પહોંચીને તેના ઘરની તપાસ કરી હતી. પરંતુ Facebook પોસ્ટ તેણે કરી કે અન્ય કોઈએ તે હજુ પણ રહસ્ય છે. તો આ વાયરલ પોસ્ટમાં જણાવ્યું છે કે, કુખ્યાત Lawrence Bishnoi ગેંગે તેની જવાબદારી લીધી છે. ગેંગે દાવો કર્યો છે કે તેઓ સલમાન ખાન સાથે કોઈ યુદ્ધ ઇચ્છતા ન નથી, પરંતુ બાબાની હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ હતું. જોકે, મુંબઈ પોલીસે FB પોસ્ટની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: Baba Siddique Murder: બાબા સિદ્દીકના મૃત્યુ બાદ લોરેન્સ બિશ્નોઈની પોસ્ટ થઈ વાયરલ!

Tags :
Advertisement

.