Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાબા બાગેશ્વર આ તારીખે બનશે ગુજરાતના મહેમાન, જાણો કયા શહેરોમાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર

છેલ્લા ઘણા સમયથી બાબા બાગેશ્વર કે જેઓ બાગેશ્વર ધામ સરકારથી ઓળખાય છે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. તેઓ જલ્દી જ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, તેઓ 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં...
બાબા બાગેશ્વર આ તારીખે બનશે ગુજરાતના મહેમાન  જાણો કયા શહેરોમાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર

છેલ્લા ઘણા સમયથી બાબા બાગેશ્વર કે જેઓ બાગેશ્વર ધામ સરકારથી ઓળખાય છે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. તેઓ જલ્દી જ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, તેઓ 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં તેમનો દરબાર લગાવશે. સૌથી પહેલા તેમનો દિવ્ય દરબાર સુરત ખાતે 26 મે થી શરૂ થશે અને તે 27 મે સુધી ચાલશે. જો તમે અમદાવાદવાસી છો તો તમે તેમના દર્શન 29 મેથી 31 મે સુધી કરી શકો છો.

Advertisement

માત્ર 26 વર્ષની ઉંમરમાં લાખો અનુયાયીઓ એકત્રિત કર્યા

Advertisement

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવી રહ્યા છે. જોકે, તેમના આવતા પહેલા રાજકોટના પુરુષોત્તમ પિપરીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના પડકારને સાબિત કરશે અને રાષ્ટ્રહિતમાં કામ કરશે તો તેઓ તેમનું મંદિર બનાવી તેનો પ્રચાર કરશે. આપને જણાવી દઇએ કે, જે મુજબની જાણકારી મળી રહી છે તે મુજબ સુરત, અમદાવાદ અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દરબાર યોજાવાનો છે. આ દરબારમાં લાખોની સંખ્યામા ભક્તો આવી શકે તેવું અનુમાન લગાવવામા આવી રહ્યું છે. બાગેશ્વર બાબાએ માત્ર 26 વર્ષની ઉંમરમાં લાખો અનુયાયીઓ એકત્રિત કર્યા છે, જેઓ ભગવાન અને તેમના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે.

Advertisement

જાણો બાબા બાગેશ્વરનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ

આયોજન સમિતિના સદસ્યના જણાવ્યા મુજબ, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે. તેઓ 26મી મેથી 27મી મે સુધી દરબાર યોજશે. આ દરમિયાન તઓ કથાવાર્તા અને રોડ શોનું પણ આયોજન કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદના મહેમાન બનશે. તેઓ 29મી મેથી 31મી મે સુધી અમદાવાદમાં દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારબાદ તેઓ રાજકોટની રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ દરબાર યોજાવાનો છે. જેમાં તેઓ સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામા આવી છે. અને આ માટે લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.

ગુજરાત આવતા પહેલા થયો વિવાદ

રાજકોટના સામાજીક અગ્રણી પુરુષોત્તમ પીપરિયા રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વિવિધ વિષયો પર પોતાનો મત રજુ કરતા રહે છે. આજે તેમણે બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમભાઈ પીપરિયા અગાઉ રાજકોટની વિરાણી સ્કુલના ગ્રાઉન્ડને ખાનગી માલિકીને વેચી દેવા મામલે વિદ્યાર્થીઓ માટે સ્કુલના ગ્રાઉન્ડને લઈને લડત લડી હતી. તેમનું માનવું હતું કે, આ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે રહેવું જોઈએ.

કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી?

ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વર, જે અગાઉ ધીરુ તરીકે ઓળખાતા હતા, તેઓ 15 વર્ષની નાની ઉંમરે ખ્યાતિ પામ્યા હતા. તેમનો જન્મ 1996માં મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા ગાડા ગામમાં થયો હતો. ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં, ધીરેન્દ્ર, જેનું મૂળ નામ ધીરેન્દ્ર ગર્ગ હતું, તેમણે વાર્તા કહેવાની પ્રતિભા વિકસાવી. તેમણે તેમની વાર્તાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા, અને 2009માં નજીકના ગામમાં ભાગવત કથાનું આયોજન પણ કર્યું. આ ઘટના આખરે તેમની વ્યાપક લોકપ્રિયતા તરફ દોરી ગઈ. ધીરેન્દ્રના પિતા ગામડાના પૂજારી તરીકે કામ કરતા હતા, પરંતુ વાર્તા કહેવાની તેમના પુત્રની ભેટ હતી જેણે તેમને ખરેખર અલગ બનાવ્યા.

આ પણ વાંચો - બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનારા રાજકોટના પુરુષોત્તમ પીપરિયા કોણ છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.