Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bageshwar Dham ના પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યો પાગલોનો અર્થ, કહ્યું- પાગલો એટલે....

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે અને ગુજરાતમાં અનેક સ્થળોએ તેમના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. સુરતમાં બે દિવસિય દિવ્ય દરબાર બાદ અમદાવાદમાં આવતીકાલથી તેમનો દિવ્ય દરબાર થવાનો છે ત્યારે સુરતથી તેઓ અમદાવાદ આવી ચુક્યા છે. આજે અમદાવાદથી તેઓ...
03:01 PM May 28, 2023 IST | Viral Joshi

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે અને ગુજરાતમાં અનેક સ્થળોએ તેમના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. સુરતમાં બે દિવસિય દિવ્ય દરબાર બાદ અમદાવાદમાં આવતીકાલથી તેમનો દિવ્ય દરબાર થવાનો છે ત્યારે સુરતથી તેઓ અમદાવાદ આવી ચુક્યા છે. આજે અમદાવાદથી તેઓ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.

અંબાજી મંદિરના કર્યાં દર્શન

અંબાજી મંદિરમાં પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. અંબાજી મંદિર હવન શાળાના બ્રાહ્મણો દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટનાં અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું . તેમણે બપોરની રાજભોગ આરતીના દર્શન કર્યાં અને વિશેષ પુજા કરાવવામાં આવી હતી તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યો પાગલનો અર્થ

પં. ધીરેન્દ્ર શાસ્ત્રી બાલાજીના ભક્તોને 'પાગલો' કહીને બોલાવે છે ત્યારે અંબાજીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓ ભક્તોને શા માટે પાગલો કહે છે અને પાગલોનો અર્થ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે, દરેક બધા પ્રેમાળ હોય છે, રામના ભક્ત હોય છે અને અદ્ભુત શ્રદ્ધા છે. ગુજરાતના પાગલોને એટલું જ કહેવાનું કે હવે ઘરમાં બેસીને, મોબાઈલ અને ટીવીમાં હિંદુરાષ્ટ્ર નથી બનાવવાનું હવે ઘરની બહાર નિકળવાનું છે. પાગલનો અર્થ જે પરમાત્માને પામીને તેમાં ગળી જાય તેનું નામ પાગલ.

આ પણ વાંચો : મા અંબાના ચરણોમાં બાબા બાગેશ્વરે શીશ ઝૂકાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmbajiBaba Bageshwar DhamBanaskanthaDhirendra ShastriDivya Darbar
Next Article