Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ નહીં રમે એક પણ શ્રેણી, જાણો શું છે કારણ

Cricket Australia :  T20 World Cup 2024માં ટીમ ઈન્ડિયા (Team India) નું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. ભારત ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા (South Africa) જેવી મજબૂત ટીમને હરાવવામાં સફળ થયો અને ટ્રોફી (Trophy) પોતાના નામે કરી. આ જીત સાથે ટીમ...
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ નહીં રમે એક પણ શ્રેણી  જાણો શું છે કારણ

Cricket Australia : T20 World Cup 2024માં ટીમ ઈન્ડિયા (Team India) નું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. ભારત ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા (South Africa) જેવી મજબૂત ટીમને હરાવવામાં સફળ થયો અને ટ્રોફી (Trophy) પોતાના નામે કરી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા (Team India) એ 17 વર્ષ બાદ T20 World Cupનો ખિતાબ જીત્યો છે. થોડા મહિના પહેલા જ ટીમ ઈન્ડિયા (Team India) વનડે વર્લ્ડ કપ (One Day World Cup) પણ જીતી શકી હોત પણ ઓસ્ટ્રેલિયા (Australia) એ તેમનું આ જીતનું સપનું પૂરુ ન થવા દીધું. બીજી તરફ જો આપણે ઓસ્ટ્રેલિયન ટીમની T20 World Cup 2024 ના પ્રદર્શનની વાત કરીએ તો તે સામાન્ય રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ કોઈપણ પ્રકારની શ્રેણી રમવાનો ઈન્કાર કરી દીધો છે.

Advertisement

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે મળી હાર અને હવે શ્રેણી રમવાનો ઇનકાર

થોડા દિવસો પહેલા T20 World Cup માં ખરાબ રીતે અફઘાનિસ્તાન અને પછી ભારત વિરુદ્ધ હાર મળ્યા બાદ ટૂર્નામેન્ટ જીતવાનું ઓસ્ટ્રેલિયાનું સપનું અધુરું રહી ગયું હતું. ભારત વિરુદ્ધ મેચ હારવી તેના કરતા અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ હારવી ઓસ્ટ્રેલિયા માટે એક ખરાબ સપના બરોબર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા (Australia) ની સરખામણીમાં અફઘાનિસ્તાનની ટીમ ખૂબ જ નબળી છે તેમ છતા આ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી વિશ્વ ક્રિકેટને પોતાની તરફ આકર્ષ્યું હતું. પણ હવે સમાચાર મળી રહ્યા  છે કે, તેઓ અફઘાનિસ્તાન વિરુદ્ધ એક પણ શ્રેણી નહીં રમે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું કહેવું છે કે, મહિલાઓના અધિકારો અંગે તાલિબાન સરકારના વલણને કારણે ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં રમે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ કહ્યું કે, આ બાબતે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે નિયમિત વાતચીત થઈ રહી છે અને આશા છે કે બંને ટીમો ભવિષ્યમાં ક્યારેક એકબીજા સાથે રમવાનું શરૂ કરશે. ઑસ્ટ્રેલિયાએ મહિલાઓ અને છોકરીઓના બગડતા માનવ અધિકારોને ટાંકીને ત્રણ વખત અફઘાનિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવાથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે, પરંતુ તેઓ ICC ઇવેન્ટ્સમાં તેમની સામે રમી રહ્યા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOએ શું કહ્યું?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO હોકલીએ કહ્યું કે, અફઘાનિસ્તાને મહાન ખેલાડીઓ સાથે એક શાનદાર ટુર્નામેન્ટ રમી અને તેઓ ખૂબ જ ઉત્સાહ સાથે રમ્યા. અમારી દ્વિપક્ષીય મેચોના સંદર્ભમાં, અમે ઓસ્ટ્રેલિયન સરકાર સહિતના હિતધારકો સાથે વ્યાપકપણે પરામર્શ કર્યો છે અને માનવ અધિકારના આધારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેની અમારી છેલ્લી કેટલીક શ્રેણીને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ગાઢ સંબંધ અને નિયમિત સંવાદ જાળવીએ છીએ અને ઇચ્છીએ છીએ કે ક્રિકેટ પુરૂષ અને મહિલા બંને માટે વિશ્વભરમાં ખીલે. અમે પ્રગતિ માટે આતુર છીએ, અને ભવિષ્યમાં કોઈ સમયે અફઘાનિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા અને સંપર્ક જાળવી રાખીશું.

Advertisement

આ પણ વાંચો - TEAM INDIA : ભારત આવવા રવાના થઈ TEAM INDIA, PM મોદી સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો - ICC T20 RANKINGS : હાર્દિક પંડયા બન્યો નંબર-1, ટોપ 10 માં મોટો ફેરફાર

Advertisement

Tags :
Advertisement

.