Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cricket Australia એ ડેવિડ વોર્નરને આપી મોટી રાહત, આજીવન પ્રતિબંધ હટાવ્યો

સેન્ડપેપર કૌભાંડ: વોર્નર પરનો પ્રતિબંધ હટ્યો, કેપ્ટનશીપનો રસ્તો ખુલ્યો! ઓસ્ટ્રેલિયાનો મોટો નિર્ણય! વર્ષો બાદ વોર્નરને મળી રાહત સેન્ડપેપર કૌભાંડનો અંત? વોર્નર પરનો પ્રતિબંધ હટાવ્યો! Sandpaper Scam : આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner)...
cricket australia એ ડેવિડ વોર્નરને આપી મોટી રાહત  આજીવન પ્રતિબંધ હટાવ્યો
  • સેન્ડપેપર કૌભાંડ: વોર્નર પરનો પ્રતિબંધ હટ્યો, કેપ્ટનશીપનો રસ્તો ખુલ્યો!
  • ઓસ્ટ્રેલિયાનો મોટો નિર્ણય! વર્ષો બાદ વોર્નરને મળી રાહત
  • સેન્ડપેપર કૌભાંડનો અંત? વોર્નર પરનો પ્રતિબંધ હટાવ્યો!

Sandpaper Scam : આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) ને Cricket Australia એ રાહત આપતા એક મોટો નિર્ણય લીધો છે. 2018માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધની કેપટાઉન ટેસ્ટ મેચમાં સેન્ડ પેપર કૌભાંડમાં ફસાવાથી વોર્નરને ઘણા વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. Cricket Australia એ ત્યારે વોર્નર પર આજીવન કેપ્ટનશીપ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Advertisement

સેન્ડ પેપર કૌભાંડનો પ્રભાવ

2018ની કેપટાઉન ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમના કેટલાક ખેલાડીઓએ બોલ પર સેન્ડ પેપરનો ઉપયોગ કરીને તેની સ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કૌભાંડમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને કૅમરન બેન્ક્રોફ્ટ સામેલ હતા. Cricket Australia એ વોર્નરને આ કૌભાંડ માટે મુખ્ય જવાબદાર માનતા તેના પર ઓસ્ટ્રેલિયાની કોઈપણ ટીમ માટે ક્યારેય કેપ્ટન ન બનવા માટેનો આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. હવે Cricket Australia એ વોર્નર પર મૂકાયેલા આ કડક પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણય ડેવિડ વોર્નર (David Warner) માટે મોટી રાહતરૂપ છે, કારણ કે હવે તે ફરીથી કેપ્ટનશીપ માટે પાત્ર બન્યો છે. જો કે, વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તેમ છતાં આ નિર્ણય તેના માટે અને તેના પ્રશંસકો માટે સકારાત્મક સમાચાર છે.

Advertisement

વોર્નરનો પ્રતિબંધ હટાયો, પેનલનો સર્વસંમતિથી નિર્ણય

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, વોર્નર, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તે આ મહિનાની શરૂઆતમાં 3 સભ્યોની પેનલ સમક્ષ હાજર થયો હતો અને મૂળ પ્રતિબંધની શરતોમાં સુધારો કરવા માટે સફળતાપૂર્વક પોતાનો કેસ રજૂ કર્યો હતો. પેનલમાં એલન સુલિવાન કેસી, જેફ ગ્લીસન કેસીનો સમાવેશ થાય છે. અને જેન સીરાઈટને સર્વસંમતિથી જાણવા મળ્યું કે વોર્નરે 2018નો પ્રતિબંધ હટાવવાના તમામ માપદંડોને પૂર્ણ કર્યા છે અને તે નિર્ણય તરત જ અસરકારક છે. પેનલે વોર્નરનો પ્રતિબંધ હટાવતા કહ્યું, "તેના (David Warner) પ્રતિભાવોના આદરપૂર્ણ અને પસ્તાવોપૂર્ણ સ્વર, તેમજ વિષય વસ્તુએ સમીક્ષા પેનલને પ્રભાવિત કરી અને સર્વસંમતિથી તારણ કાઢ્યું કે તે તેના વર્તન માટે જવાબદારી સ્વીકાર કરવામાં પ્રમાણિક અને સાચા હતા અે તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, તેમને તેમના વર્તન માટે અત્યંત પસ્તાવો છે.

વોર્નર અને સ્મિથ પર હતો 1-1 વર્ષનો પ્રતિબંધ

તેમણે ઉમેર્યું, “પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી વોર્નરનું વર્તન અને આચરણ ખૂબ જ સારું છે અને તેણે ઘણા ફેરફારો કર્યા હોય તેવું લાગે છે, જેનું ઉદાહરણ એ છે કે તે હવે વિરોધીઓનો ઉપહાસ કરતો નથી અથવા તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો નથી. રિવ્યુ પેનલ સંપૂર્ણ સંતુષ્ટ છે કે વોર્નર 2018માં બનેલી ઘટના જેવી કોઈપણ વર્તણૂકમાં સામેલ થશે નહીં જેના પરિણામે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, 2018ના સેન્ડપેપર સ્કેન્ડલ બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ પર 1-1 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જ્યારે કેમરન બેનક્રોફ્ટ 9 મહિના સુધી ક્રિકેટ રમી શક્યો ન હતો.

Advertisement

આ પણ વાંચો:  IND vs NZ : મારું માનો 'હું કહું છું તે OUT છે', જુઓ સરફરાઝ ખાનનો આ Funny Video

Tags :
Advertisement

.