Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AUS vs SA : ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ની પહેલી જીત મેળવવા આજે મેદાને ઉતરશે

વર્લ્ડ કપ 2023 ની મેચ આજે, ગુરુવારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (Aus vs SA) વચ્ચે રમાશે. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચમાં ભારત સામે હારી ગયું હતું જ્યારે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવીને પોતાનું ખાતું...
11:13 AM Oct 12, 2023 IST | Hardik Shah

વર્લ્ડ કપ 2023 ની મેચ આજે, ગુરુવારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (Aus vs SA) વચ્ચે રમાશે. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચમાં ભારત સામે હારી ગયું હતું જ્યારે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું.

એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આમને-સામને

વર્લ્ડ કપ 2023ની 10મી મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો આજે (12 ઓક્ટોબર) લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચ હારી ગયું છે જ્યારે દક્ષિણ આફ્રિકા વિશ્વનો સર્વોચ્ચ સ્કોર બનાવીને ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આવી સ્થિતિમાં આ બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા માટે પહેલી મેચમાં સમસ્યા એ હતી કે માર્કસ સ્ટોઈનિસ ચેન્નાઈમાં ભારત સામે બોલર તરીકે પોતાની ભૂમિકા નિભાવી શક્યો ન હતો. જો કે, તે હવે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. અને તે કેમરૂન ગ્રીનના સ્થાને ટીમમાં આવી શકે છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમમાં અન્ય કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી. જોકે, આ વખતે જોવાનું એ રહે છે કે એકાના પિચ બેટ્સમેનોને મદદ કરશે કે ફરી એકવાર બોલરોને સાથ આપશે.

લખનૌની પિચમાં કોને મળશે મદદ?

એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ તેની ધીમી ગતિ માટે જાણીતી છે, જે બેટ્સમેન માટે તેની લાઈનમાં બોલને ફટકારવાનું મુશ્કેલ બનાવે છે. જો ઝડપી બોલરો માત્ર ઝડપ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમની બોલિંગને મિશ્રિત કરે છે, તો તેઓ વિકેટથી વધુ લાભ મેળવી શકે છે. આ પિચ પ્રથમ ઇનિંગની શરૂઆતમાં બેટ્સમેનોને ઘણી મદદ કરે છે. જોકે વર્લ્ડ કપની શરૂઆત પહેલા એકાના પિચ પર કામ કરવામાં આવ્યું છે, પરંતુ આ વખતે પિચ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

એકાના ક્રિકેટ સ્ટેડિયમના આંકડા

એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 4 ODI મેચ રમાઈ છે. આ મેદાન પર ODIમાં સૌથી મોટો સ્કોર વેસ્ટ ઈન્ડિઝના નામે છે. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2019માં અફઘાનિસ્તાન સામે 253 રન બનાવ્યા હતા. વળી, આ મેદાન પર દક્ષિણ આફ્રિકાનો સૌથી મોટો સ્કોર 249 રન છે. જણાવી દઈએ કે આ 4 મેચોમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 2 મેચ જીતી છે અને એટલી જ મેચ બાદમાં બેટિંગ કરનારી ટીમે જીતી છે.

બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 108 ODI મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 50 મેચ જીતી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 54 મેચ જીતી છે, એક મેચમાં પરિણામ આવ્યું નથી અને ત્રણ મેચ ટાઈ રહી છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે, જેમાંથી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ 2-2 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે.

આ પણ વાંચો - ટીમ ઈન્ડિયાએ World Cup ની બંને મેચોમાં શાનદાર જીત મેળવી, Points Table માં જુઓ ક્યા છે ભારત

આ પણ વાંચો - World Cup 2023 : પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા Shubman Gill પહોંચ્યો અમદાવાદ, તો શું…?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AUS vs SAICC ODI World CupICC ODI World Cup 2023ODI World CupODI World Cup 2023World Cupworld cup 2023
Next Article