AUS Vs IND: યશસ્વી સાથે કોણ કરશે ઓપનિંગ? ક્યા ખેલાડીને મળશે તક
- ભારત અને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ રમાશે
- પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે
- કેપ્ટન રોહિત શર્મા પર્થ ટેસ્ટ મિસ કરી શકે છે.
- ઓપનિંગમાં 3 નામે રેસમાં સૌથી આગળ
AUS Vs IND:ભારતીય ટેસ્ટ ટીમનું આગામી લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ ટીમને હરાવવાનું છે. જે ભારતીય ટીમ માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થવાનું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)માં ભારત અને ઓસ્ટ્રેલિયા (AUS Vs IND)વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. જેની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે.
રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મિસ કરી શકે છે
આ મેચ પહેલા ઘણા દાવા કરવામાં આવી રહ્યો છે કે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)પર્થ ટેસ્ટ મિસ કરી શકે છે. જે બાદ મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે યુવા યશસ્વી જયસ્વાલ (Yashaswi Jaiswal) સાથે ટીમ ઈન્ડિયાની ઈનિંગની શરૂઆત કોણ કરશે? જેમાં એક એવા ખેલાડીનું નામ સામે આવી રહ્યું છે જે જાણીને ફેન્સને થોડું આશ્ચર્ય થશે.
India could be without Rohit Sharma for the first Test against Australia in Perth #AUSvIND pic.twitter.com/whku9dfdwN
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2024
આ ખેલાડી યશસ્વીને કરશે સપોર્ટ!
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે કદાચ પ્રથમ મેચનો ભાગ નહીં હોય. જે બાદ ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં એવા ખેલાડીની પસંદગી કરવી પડશે જે રોહિતની જગ્યાએ જયસ્વાલ સાથે ઈનિંગની શરૂઆત કરી શકે. જેમાં કેએલ રાહુલ( KL Rahul)નું નામ સામે આવી રહ્યું છે. રાહુલનું નામ સાંભળીને ચાહકોને હેરાન થશે. કારણ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા રાહુલ ઓસ્ટ્રેલિયામાં ફ્લોપ સાબિત થયો છે.
Gautam Gambhir is hoping that Rohit Sharma will be available in Perth, though he is happy with the options he has in case Rohit doesn't make it https://t.co/C4igmULYsb
— ESPNcricinfo (@ESPNcricinfo) November 11, 2024
આ પણ વાંચો -IND vs AUS: ટીમ ઇન્ડિયાની વધી મુશ્કેલી, રોહિત શર્મા નહી જાય ઓસ્ટ્રેલિયા!
શુભમન ગિલ
રોહિતની ગેરહાજરીમાં શુભમન ગિલ(Shubman Gill)ને પણ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી શકે છે. ગિલ હાલમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓપનર તરીકે ગિલનો રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. ગિલે તેની 91 રનની શાનદાર ઇનિંગ વડે ગાબા ખાતે ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો હતો.
આ પણ વાંચો -INDvsSA: એક બોલરે છીનવી લીધી ભારતની જીત,કરણ ચક્રવર્તીની મહેનત પર પાણી ફરી વળ્યું
અભિમન્યુ ઇશ્વરન
ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર અભિમન્યુ ઈશ્વર(Abhimanyu Easwaran)નનું નામ પણ પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્માને સ્થાન આપવાની રેસમાં છે. અભિમન્યુને ટેસ્ટ ક્રિકેટમાં એક મહાન બેટ્સમેન માનવામાં આવે છે અને તેની પાસે મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા છે. જોકે, ઓસ્ટ્રેલિયા A સામે રમાયેલી બે બિનસત્તાવાર ટેસ્ટ મેચોમાં ઇશ્વરનનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને આ તેની વિરુદ્ધ જઈ શકે છે.