Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપી મારી નાખવાનો પ્રયાસની આશંકા

ભારતના દુશ્મન દાઉદને મારવા પ્રયાસ અજ્ઞાત વ્યક્તિએ ઝેર આપ્યાની ચર્ચા કરાચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ સોશિયલ મીડિયામાં દાઉદ અંગે દાવો હજુ સુધી કોઈ આધિકારિક પુષ્ટિ નહીં પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન ભારતનો સૌથી મોટો દુશ્મન અને...
09:30 AM Dec 18, 2023 IST | Hardik Shah

ભારતનો સૌથી મોટો દુશ્મન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, દાઉદને પાકિસ્તાનમાં ઝેર આપી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં આ અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. સુત્રોની માનીએ તો દાઉદને પાકિસ્તાનના કરાચી શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, હજું સુધી તેને ઝેર આપ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

કરાચીની હોસ્પિટલમાં સારવાર

દાઉદ ઈબ્રાહિમ કે જેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સમાચાર દુનિયભરમાં આગની જેમ ફેલાઈ ચુક્યા છે. કહેવાય છે કે, તે હાલમાં પાકિસ્તાનના કરાચી શહેરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર, તેે કોઇ અજ્ઞાત વ્યક્તિએ ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોવાની ચર્ચા છે. આ વાત કેટલી સાચી અને તેમા કેટલું તથ્ય છે તેને લઇને કોઇ આધિકારિક પુષ્ટી કરવામાં આવી નથી.

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ

પાકિસ્તાનથી જેવી દાઉદને ઝેર આપવાની ચર્ચાએ વેગ પકડ્યો કે સાથે સાથે તે સમાચાર પણ આવ્યા કે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઇ છે. જોકે દાઉદને ઝેર આપ્યું તે વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. પાકિસ્તાનના શહેર લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવા ઘણા મોટા શહેરોમાં ઈન્ટરનેટ સેવા ડાઉન છે. આ સિવાય X, Facebook, Instagram પણ કામ નથી કરી રહ્યા તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાત્રે 8 વાગ્યા પછી ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે. વિશ્વભરમાં ઇન્ટરનેટ, સાયબર સુરક્ષા અને ડિજિટલ ગવર્નન્સ પર નજર રાખતી સંસ્થા નેટબ્લોકે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાની પત્રકારે શું કહ્યું?

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની ચર્ચાઓ થવા લાગી ત્યારે સૌ કોઇ હવે તે જાણવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે તેને કોના તરફથી મદદ મળી રહી છે અને તેને ખરેખરમાં ઝેર આપવામાં આવ્યું કે પછી આ એક અફવા છે? આ અંગે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું, "સાંભળવામાં આવી રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે અને તે પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે, તેને કરાચીની એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ખબર નહીં કેટલી હદે, પણ એક વાત એ સંકેત આપી રહી છે કે દાળમાં કંઈક કાળું છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સર્વર ડાઉન થઈ ગયા છે."

મુંબઈમાં દાઉદના સંબંધીઓની સાથે પૂછપરછ

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીઓ દાઉદના નજીકના સંબંધીઓ (ભત્રીજા અલીશા પારકર અને સાજિદ વાગલે) પાસેથી પણ આ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે દાઉદ ઈબ્રાહિમ દાયકાઓથી ભાગેડુ છે, પાકિસ્તાનમાં તેનું ઠેકાણું સુરક્ષિત છે. અંડરવર્લ્ડ ડોને કથિત રીતે કરાચીમાં આશ્રય મેળવ્યો છે, જ્યાં તે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી માટે આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓને ટાળવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો - નેપાળમાં પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુના મૃતદેહ સાથે ઝડપાયો ભારતીય નાગરિક, મંદિરમાંથી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Dawood HospitalisedDawood Ibrahimdawood ibrahim hospitaliseddawood ibrahim karachidawood ibrahim latest newsDawood Ibrahim Newsdawood ibrahim poisonGujarat FirstPakistanunderworld donunderworld don Dawood Ibrahim
Next Article