Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP : સેનાના અધિકારીઓને માર મારી મહિલા મિત્ર પર....

મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં જામ ગેટ પાસે ચોંકાવનારી ઘટના લૂંટના ઇરાદે આવેલા ગુંડાઓએ સેનાના અધિકારીઓને માર માર્યો એક મહિલા પર કથિત રીતે ગેંગરેપ કર્યો હોવાની ચર્ચા MP : મંગળવારે રાત્રે બનેલી એક સનસનાટીભરી ઘટનામાં, મધ્ય પ્રદેશ (MP) ના ઇન્દોર...
mp   સેનાના અધિકારીઓને માર મારી મહિલા મિત્ર પર
  • મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં જામ ગેટ પાસે ચોંકાવનારી ઘટના
  • લૂંટના ઇરાદે આવેલા ગુંડાઓએ સેનાના અધિકારીઓને માર માર્યો
  • એક મહિલા પર કથિત રીતે ગેંગરેપ કર્યો હોવાની ચર્ચા

MP : મંગળવારે રાત્રે બનેલી એક સનસનાટીભરી ઘટનામાં, મધ્ય પ્રદેશ (MP) ના ઇન્દોર જિલ્લામાં જામ ગેટ પાસે સશસ્ત્ર ગુંડા તત્વો દ્વારા સેનાના બે તાલીમાર્થી સૈન્ય અધિકારીઓ અને તેમની મહિલા મિત્રો પર હુમલો કરવામાં આવ્યો હતો. લૂંટના ઇરાદે આવેલા ગુંડાઓએ સેનાના અધિકારીઓને માર માર્યો હતો અને એક મહિલા પર કથિત રીતે ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી એકનો પહેલેથી જ ગુનાહિત રેકોર્ડ છે.

Advertisement

આર્મી ઓફિસર મહિલા મિત્રો સાથે ફરવા ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર બંને અધિકારીઓ આર્મી કોલેજમાં તાલીમ લઈ રહ્યા છે અને મંગળવારે રાત્રે તેઓ તેમની બે મહિલા મિત્રો સાથે જામ ગેટ પાસેની નાની જામ ફાયરિંગ રેન્જમાં ગયા હતા. અચાનક, પિસ્તોલ, છરી અને લાકડીઓથી સજ્જ આઠ સશસ્ત્ર બદમાશોએ તેમની કારને ઘેરી લીધી. બદમાશોએ તાલીમાર્થી અધિકારીઓ અને તેમની મહિલા મિત્રોને ખરાબ રીતે માર માર્યો અને તેમના પૈસા અને કિંમતી સામાન લૂંટી લીધો હતો.

આ પણ વાંચો----Karnataka : ગણેશ વિસર્જન દરમિયાન તણાવની સ્થિતિ, અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો

Advertisement

એક અધિકારી અને મહિલાને ખંડણી માટે બંધક બનાવી હતી

પરિસ્થિતિ વધુ ગંભીર બની જ્યારે ગુંડાઓએ એક અધિકારી અને એક મહિલાને બંધક બનાવ્યા. અન્ય એક અધિકારી અને મહિલાને 10 લાખ રૂપિયાની ખંડણી માટે મોકલવામાં આવ્યા હતા. ગભરાયેલા અધિકારી યુનિટમાં પહોંચ્યા અને તેના કમાન્ડિંગ ઓફિસરને જાણ કરી, જેમણે તરત જ પોલીસને જાણ કરી. ડાયલ-100 ટીમ અને સૈન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા, પરંતુ પોલીસના વાહનોને જોઈને બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા.

તબીબી તપાસમાં મહિલા પર બળાત્કારની પુષ્ટિ થઈ

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. સવારે લગભગ 6.30 વાગ્યે ચારેયને મેડિકલ તપાસ માટે મહુ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે બંને અધિકારીઓ ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ બડગોંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લોકેન્દ્ર સિંહ હેરોરને ટાંકીને કહ્યું કે મેડિકલ તપાસમાં એ પણ સાબિત થયું છે કે એક મહિલા પર બળાત્કાર થયો હતો.

Advertisement

આ પણ વાંચો----Chandigarh : ગ્રેનેડ ફેંકીને ઓટો રિક્ષામાં ભાગ્યા હુમલાખોરો, બ્લાસ્ટનો Video આવ્યો સામે

Tags :
Advertisement

.