Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Big News : ગેંગસ્ટર અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા

દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટરની ઓન કેમેરા હત્યા થી હોવાની આ ઘટના સામે આવી છે. અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા તેના પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અતિક અને અશરફ પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં...
11:00 PM Apr 15, 2023 IST | Viral Joshi

દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટરની ઓન કેમેરા હત્યા થી હોવાની આ ઘટના સામે આવી છે.

અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા તેના પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અતિક અને અશરફ પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહેમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. આ પ્રસંગે ચોક્કસપણે જય શ્રી રામના નારા સંભળાયા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

અત્યાર સુધી શું થયું

અતીક હત્યાકાંડ બાદ પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે સાથે જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને ઘટના સંદર્ભે 17 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કાનપુરમાં પણ ઘટના બાદ તંત્રને એલર્ટ કરાયું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યાં છે અને મધ્યરાત્રીએ ઉચ્ચ અધિકારીઓને બોલાવી બેઠક કરી છે.

મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી

અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહેમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. આ પ્રસંગે ચોક્કસપણે જય શ્રી રામના નારા સંભળાયા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ

હુમલાખોરોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ જય શ્રી રામના નારા લગાવતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. માહિતી મળતાની સાથે જ ભારે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે સ્થળને કોર્ડન કરી લીધું છે.

અખિલેશ યાદવનું ટ્વીટ

દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટર અતીક અને અશરફની કેમેરા સામે હત્યા કરવામાં આવી છે.

Tags :
ashrafatique AhemadAtiqueAhmedGangsterGangster Atique AhemadmkilledPrayagrajUP PoliceUttarPradesh
Next Article