Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Big News : ગેંગસ્ટર અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા

દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટરની ઓન કેમેરા હત્યા થી હોવાની આ ઘટના સામે આવી છે. અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા તેના પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અતિક અને અશરફ પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં...
big news   ગેંગસ્ટર અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા

દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટરની ઓન કેમેરા હત્યા થી હોવાની આ ઘટના સામે આવી છે.

Advertisement

અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા તેના પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અતિક અને અશરફ પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહેમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. આ પ્રસંગે ચોક્કસપણે જય શ્રી રામના નારા સંભળાયા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

અત્યાર સુધી શું થયું

Advertisement

અતીક હત્યાકાંડ બાદ પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે સાથે જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને ઘટના સંદર્ભે 17 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કાનપુરમાં પણ ઘટના બાદ તંત્રને એલર્ટ કરાયું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યાં છે અને મધ્યરાત્રીએ ઉચ્ચ અધિકારીઓને બોલાવી બેઠક કરી છે.

  • સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયો પોલીસ કાફલો
  • SWAT કમાન્ડો ઘટનાસ્થળ પર ગોઠવાયાં
  • UPમાં ગુનાખોરી ચરમસીમા પરઃ અખિલેશ યાદવ
  • મુખ્ય સચિવ(ગૃહ) સંજય પ્રસાદને કાયદો-વ્યવસ્થાને જવાબદારી
  • પ્રયાગરાજમાં હાઇએલર્ટ, અનેક જિલ્લાની પોલીસ બોલાવાઇ

મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી

Advertisement

અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહેમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. આ પ્રસંગે ચોક્કસપણે જય શ્રી રામના નારા સંભળાયા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ

હુમલાખોરોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ જય શ્રી રામના નારા લગાવતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. માહિતી મળતાની સાથે જ ભારે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે સ્થળને કોર્ડન કરી લીધું છે.

  • ફાયરિંગ કરનારા સની, અરૂણ મૌર્ય અને લવલેશ તિવારી નામના ત્રણ હુમલાખોરોની પોલીસે અટકાયત કરી છે.

અખિલેશ યાદવનું ટ્વીટ

દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટર અતીક અને અશરફની કેમેરા સામે હત્યા કરવામાં આવી છે.

Tags :
Advertisement

.