Salman khan:'મંદિરમાં માફી માગે'..Salman Khan ને ફરી એકવાર મળી ધમકી
- સલમાન ખાનને ફરી મળી ધમકી
- મુંબઇ ટ્રાફિક કંટ્રોલ સેલને મળ્યો મેસેજ
- લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો
Salman khan:એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે. એક બાદ એક જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. જેને પગલે સલમાન ખાનની સિક્યુરીટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જો કે હજી ધમકી મળવાનો સિલસિલો તો યથાવત જછે. વધુ એકવાર સલમાન ખાનને(Salman khan) લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી (lawrence bishnoi threat)આપવામાં આવી છે.
મુંબઇ ટ્રાફિક કંટ્રોલ સેલને મળ્યો મેસેજ
મુંબઈ ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ધમકીભર્યો મેસેજ લોરેન્સ બિશ્નોઈના ભાઈએ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે અમારા મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો આમ નહીં કરવામાં આવે તો તેઓ સલમાન ખાનને મારી નાખશે. આ મેસેજમાં લખ્યું છે કે અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.
આ પણ વાંચો -Michael Jackson ને સુપરસ્ટાર બનાવનાર દિગ્ગજનું નિધન, 22 મહિલાઓ સાથે હતા સંબંધો
પોલીસે હાથ ધરી તપાસ
સલમાન ખાનના નામે આ ધમકીભર્યા મેસેજની માહિતી અડધી રાત્રે મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા અધિકારીએ ગઈ કાલે (સોમવારે) અડધી રાત્રે આ મેસેજ વાંચ્યો ત્યારે તેને સમગ્ર મામલાની માહિતી મળી. હાલ પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. હાલમાં સલમાન ખાનને મળેલી ધમકીને લઈને વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તેને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -સોમવારે 'Singham Again' એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ કે પછી થયું સૂરસૂરિયું! વાંચો વિગત
અગાઉ પણ મળી હતી ધમકી
5 દિવસ પહેલા પણ આવું જ કંઈક થયું હતું. હકીકતમાં, 30 ઓક્ટોબરે પણ એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. તેમજ 2 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે.