Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asia Cup : પાકિસ્તાને ટૂર્નામેન્ટની પહેલી મેચથી કરી ધમાકેદાર શરૂઆત, નેપાળને 238 રને હરાવ્યું

Asia Cup ની આજે પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ (Pakistan vs Nepal) વચ્ચે મુલ્તાનમાં રમાઈ હતી. જ્યા પાકિસ્તાને નેપાળને 238 રનના વિશાળ અંતરથી હરાવીને એશિયા કપની પહેલી જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 342 રનનો વિશાળ...
01:28 AM Aug 31, 2023 IST | Hardik Shah

Asia Cup ની આજે પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ (Pakistan vs Nepal) વચ્ચે મુલ્તાનમાં રમાઈ હતી. જ્યા પાકિસ્તાને નેપાળને 238 રનના વિશાળ અંતરથી હરાવીને એશિયા કપની પહેલી જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 342 રનનો વિશાળ સ્કોર બનાવી દીધો હતો. નેપાળને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ હતો, પરંતુ પાકિસ્તાનની તીક્ષ્ણ બોલિંગ સામે આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. નેપાળ તરફથી સોમપાલ કામીએ 28 અને વિકેટ કીપર બેટ્સમેન આરીફ શેખે 26 રન અને ગુલશન ઝાએ 13 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.

નેપાળ 104 રનમાં ઓલઆઉટ

પાકિસ્તાને એશિયા કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં નેપાળને 238 રનથી હરાવી ટીમ ઈન્ડિયાને પણ વિચારવા મજબૂર કર્યું છે. આ કોઇ નાની જીત નથી. ભલે નેપાળની ટીમ નબળી છે પણ આટલા મોટા અંતરથી જીતવું તે પણ એશિયા કપમાં પાકિસ્તાનની કેટલી તૈયારીઓ છે તે દર્શાવે છે. ODI ક્રિકેટ ઈતિહાસમાં રનના મામલે પાકિસ્તાનની આ અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી જીત છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને કેપ્ટન બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદની સદીની મદદથી 6 વિકેટે 342 રન બનાવ્યા હતા અને ત્યારપછી નેપાળને 23.4 ઓવરમાં 104 રનમાં આઉટ કરી દીધી હતી. નેપાળ તરફથી સોમપાલ કામીએ (28) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમના સિવાય અરીશ શેખે 26 રન અને ગુલશન ઝાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય નેપાળનો કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. પાકિસ્તાન તરફથી શબાદ ખાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. શાહીન આફ્રિદી અને હારિસ રૌફે બે-બે વિકેટ લીધી હતી.

બાબર આઝમ અને રિઝવાને અડધી સદીની ભાગીદારી કરી

ટોસ જીત્યા બાદ પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન ફખર ઝમાન 14 રન અને ઈમામ ઉલ હક 5 રન બનાવીને આઉટ થયા હતા. તેના પછી બાબર આઝમ અને રિઝવાને મળીને ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. રિઝવાનના આઉટ થયા બાદ સલમાન આગા બેટિંગ કરવા આવ્યો હતો અને 5 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. જોકે બાબર આઝમે એક છેડો પકડી રાખ્યો હતો. તે પોતાની 19મી ODI સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. બાબર આઝમ 131 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 151 રન બનાવીને આઉટ થયો હતો. બાબર આઝમ સાથે ઝડપી બેટિંગ કરતા ઈફ્તિખાર અહેમદે 67 બોલમાં સદી ફટકારી હતી. વનડેમાં આ તેની પ્રથમ સદી છે. ઈફ્તિખારે 71 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. પાકિસ્તાને 6 વિકેટે 342 રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાનની જીતનો હીરો કેપ્ટન બાબર આઝમ છે, જેને તેના શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની રેકોર્ડ જીત

રનના મામલે ODI ફોર્મેટમાં ઘરઆંગણે પાકિસ્તાનની આ સૌથી મોટી જીત છે. આ પહેલા તેણે 18 વર્ષ પહેલા કરાચી વનડેમાં ઈંગ્લેન્ડને 165 રનના માર્જીનથી હરાવ્યું હતું. હવે બાબરની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમે આ રેકોર્ડ તોડ્યો છે. કરાચી ODI 15 ડિસેમ્બર 2005ના રોજ રમાઈ હતી. એકંદરે ODI ફોર્મેટમાં પાકિસ્તાનની આ ત્રીજી સૌથી મોટી જીત છે. પાકિસ્તાની ટીમે 18 ઓગસ્ટ 2016ના રોજ આયર્લેન્ડ સામે ડબલિન ODIમાં ODIમાં તેની સૌથી મોટી જીત નોંધાવી હતી. ત્યારે પાકિસ્તાને આયર્લેન્ડને તેના જ ઘરમાં 255 રનના માર્જીનથી હરાવ્યું હતું.

પાકિસ્તાનની વનડેમાં સૌથી મોટી જીત (રનમાં)

Vs આયર્લેન્ડ, ડબલિનમાં 255 રનથી મેળવી જીત
Vs ઝિમ્બાબ્વે, બુલાવાયો ખાતે 244 રનથી મેળવી જીત
Vs નેપાળ, મુલતાનમાં 238 રનથી મેળવી જીત
Vs બાંગ્લાદેશ, ઢાકામાં 233 રને મેળવી જીત
Vs શ્રીલંકા, શારજાહમાં 217 રને મેળવી જીત

બાબર આઝમે આ રેકોર્ડ તોડ્યા

બાબર આઝમે નેપાળ સામેની મેચમાં 151 રનની ઇનિંગ રમી હતી. આ ઈનિંગના કારણે તેના નામે ઘણા મોટા રેકોર્ડ્સ જોડાઈ ગયા છે. બાબર આઝમ એશિયા કપમાં 150 થી વધુ રન બનાવનાર પાકિસ્તાનનો પહેલો ખેલાડી બની ગયો છે. આ પહેલા એશિયા કપમાં પાકિસ્તાનના કોઈ ખેલાડીએ એક ઈનિંગમાં 150 થી વધુ રન બનાવ્યા ન હોતા. જણાવી દઈએ કે, બાબર આઝમ એશિયા કપના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ રમનાર કેપ્ટન પણ બની ગયો છે. આ સિવાય એશિયા કપના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલ આ બીજો સૌથી મોટો સ્કોર છે. આ યાદીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું નામ પ્રથમ સ્થાન પર નોંધાયેલું છે.

બીજી મેચમાં ભારત સાથે ટક્કર

એશિયા કપની બીજી મેચમાં પાકિસ્તાન ટીમ ઈન્ડિયાનો સામનો કરશે. આ મેચ પાલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમ, કેન્ડીમાં રમાશે અને ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચની માત્ર ભારત અને પાકિસ્તાનના ફેન્સ જ નહીં પણ વિશ્વના મોટાભાગના લોકો રાહ જોઇ રહ્યા છે. નેપાળ વિરુદ્ધની પહેલી મેચમાં પાકિસ્તાને શાનદાર વિજય મેળવી ટીમ ઈન્ડિયાને થોડું ટેન્શન તો આપ્યું છે. હવે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો - Pakistan vs Nepal : બાબર આઝમે એશિયા કપની પહેલી જ મેચમાં ફટકારી સદી, નેપાળને આપ્યો 343 રનનો ટાર્ગેટ

આ પણ વાંચો - World Cup 2023 પહેલા ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ થશે અગ્નિપરીક્ષા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Asia Cupasia cup 2023Pakistan beat NepalPakistan TeamPakistan vs Nepal
Next Article