Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Odisha Train Accident સર્જાવા પાછળનું સાચું કારણ સામે આવ્યું, જાણો શું કહ્યું રેલમંત્રીએ

બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ઓડિશાની હોસ્પિટલોમાં હજુ પણ કાળજું ચીરી દેતું મૌન છે. બીજી તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટના પર જ છે. રેલ દુર્ઘટનામાં હવે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, દુર્ઘટનાના...
odisha train accident સર્જાવા પાછળનું સાચું કારણ સામે આવ્યું  જાણો શું કહ્યું રેલમંત્રીએ
Advertisement

બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ઓડિશાની હોસ્પિટલોમાં હજુ પણ કાળજું ચીરી દેતું મૌન છે. બીજી તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટના પર જ છે. રેલ દુર્ઘટનામાં હવે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, દુર્ઘટનાના સાચા કારણની ખબર પડી ગઈ છે. મળતી વિગતો અનુસાર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.

દુર્ઘટનાનું કારણ

Advertisement

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવ રવિવારે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું છે. સેફ્ટી કમિશનર ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ મોકલશે.

Advertisement

તેમણે કહ્યું કે, રેલવે સુરક્ષા કમિશનરે આ મામલે તપાસ હાથ ધરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. તપાસ રિપોર્ટ આવવા દો. અમે ઘટનાના કારણો અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે. અત્યારે અમારું ધ્યાન ટ્રેકના રિસ્ટોરેશન પર છે.

ટ્રેક પૂર્વવત કરવાના પ્રયાસ

સાથે જ તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નિર્દેશ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. PM મોદીએ ગઈકાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અમે આજે ટ્રેક પૂર્વવત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારો લક્ષ્‍યાંક બુધવારની સવાર સુધીમાં પૂર્વવત કરવાનો છે જેથી કરીને આ ટ્રેક પર ટ્રેનો ફરી શરૂ થઈ શકે. જણાવી દઈએ કે, એક હજારથી વધુ લોકોની ટીમ ટ્રેક રિપેર કરવાના કામમાં લાગેલી છે.

દુર્ઘટનાના જવાબદારોની ઓળખ પણ થઈ

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. ગઈકાલે 3 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિર્દેશો પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગત રાતે એક ટ્રેકનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. આજે એક ટ્રેકને સંપૂર્ણ રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામ કોચને હટાવી લેવામાં આવ્યા છે અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. કામગીરી ઝડપથી ચાલી રહી છે અને બુધવાર સવાર સુધીમાં સામાન્ય રૂટ ચાલુ થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના એ નિવેદનનો જવાબ આપતા તેમમે કવચનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મમતાજીને જે કવચને લઈને કહ્યું તે સાચુ નથી. દુર્ઘટનાનો કવચ સાથ કોઈ પ્રકારનો સંબધ નથી.

આરોગ્ય મંત્રીએ સમીક્ષા કરી

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NDRF, ODRF અને રેલવેની ટીમોએ મૃતકોની ઓળખ કરવા અને ટ્રેકને રિપેર કરવા માટે આખી રાત કામ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઓડિશા પહોંચી ગયા છે, તેઓ હોસ્પિટલોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. ઘણી ટ્રેનોને રદ કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમે ટ્રેકના રિસ્ટોરેશન પર કામ કરી રહ્યા છીએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે ભુવનેશ્વર પહોંચ્યા અને બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આપવામાં આવી રહેલી તબીબી સહાયની સમીક્ષા કરી.

આ પણ વાંચો :  બાલાસોરમાં દુર્ઘટના બાદ હવે કાટમાળ હટાવી ટ્રેકને પૂર્વવત કરવાની કામગીરી પૂરજોશમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Trending News

.

×