Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Train Accident : વિપક્ષની રાજીનામાની માંગ પર રેલમંત્રી Ashwini Vaishnav એ કહ્યું, - હું એટલું જ કહીશ કે....

બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે હજુ પણ રાહત કાર્ય ચાલુ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તમામ અધિકારીઓ પાસેથી અકસ્માતની અપડેટ લઈ રહ્યા છે. વિપક્ષ રેલમંત્રીના રાજીનામાની માંગ...
train accident    વિપક્ષની રાજીનામાની માંગ પર રેલમંત્રી ashwini vaishnav એ કહ્યું    હું એટલું જ કહીશ કે

બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે હજુ પણ રાહત કાર્ય ચાલુ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તમામ અધિકારીઓ પાસેથી અકસ્માતની અપડેટ લઈ રહ્યા છે. વિપક્ષ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ પ્રકારની ઘટનામાં માનવીય સંવેદનશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એટલું જ કહીશ કે હાલ પ્રથમ ધ્યાન બચાવ અને રાહત પર છે.

Advertisement

  • ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું આ દુર્ઘટના પાછળ કોઈ ષડ્યંત્ર હોઈ શકે છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ બાદ જ આ અંગે કંઈક કહી શકાશે.

ઉચ્ચ સ્તરિય સમિતિ રચાઈ

ઘટનાસ્થળે પહોંચ્યા બાદ રેલ મંત્રીએ કહ્યું કે, અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે. અત્યારે સમગ્ર ધ્યાન બચાવ પર છે. ઇજાગ્રસ્તોની સારી સારવાર માટે ટીમો એકત્ર થઈ છે. કમિશનર રેલ સેફ્ટીને પણ અકસ્માતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

  • અકસ્માત બાદ લોકોએ ઘાયલો માટે રક્તદાન કર્યું હતું. બાલાસોરમાં રાતોરાત 500 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. 900 યુનિટ રક્ત સ્ટોકમાં છે. તેનાથી ઘાયલોની સારવારમાં મદદ મળશે.

રાહતકાર્ય માટે સજ્જ

આ દુર્ઘટના બાદ સેના, એરફોર્સ ઉપરાંત NDRF, સ્થાનિક પોલીસ અને રેલ્વે પોલીસની ટીમો, જિલ્લા પ્રશાસનની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. 60 જેટલી એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી છે, પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે, તેથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ઉભી કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો : COROMANDEL TRAIN ACCIDENT : કેવી રીતે સર્જાઈ 3 ટ્રેનો વચ્ચે દુર્ઘટના, શું છે કારણ? જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.