Arvind Kejriwal : CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ ED ની કાર્યવાહી
ED ની ટીમ દ્વારા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ કરવામાં આવી છે. 2 કલાકણી પૂછપરછ બાદ ED એ કેજરીવાલની ધરપકડ કરી છે. હવે તેમને ED કાચેરી લઈ જવામાં આવશે. આ બધાની વચ્ચે AAP સમર્થકોએ ભારે હંગામો મચાવ્યો છે અને CM હાઉસની બહાર પહોંચી નારેબાજી કરી રહ્યા છે. ED ના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. ED ના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.
EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે. દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી.
અહીં જુઓ CM કેજરીવાલના નિવાસસ્થાને શું થઈ રહ્યું છે.
- 9:40 pm: અત્યારે અરવિંદ કેજરીવાલને મેડિકલ માટે લઇ જવાયા...
- 9:13 pm: CM અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ
- 9:08 pm: કેજરીવાલના ઘરની બહાર દેખરેખ માટે ડ્રોન તૈનાત કરવામાં આવ્યું છે.
- 8:57 pm: ED ઓફિસર કપિલ રાજ, EDના જોઈન્ટ ડાયરેક્ટર પણ કેજરીવાલના ઘરે છે. તેમના મતે કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.
- 8:50 pm: જો અરવિંદ કેજરીવાલણી ધરપકડ થશે તો જેલમાંથી ચાલશે દિલ્હી સરકાર
- 8:47 pm: પોલીસ સૂત્રોચ્ચાર કરી રહેલા AAP નેતાઓની અટકાયત કરી રહી છે, ઘણા AAP સમર્થકોની અટકાયત કરવામાં આવી છે અને તેમને CM નિવાસસ્થાનથી દૂર કરવામાં આવ્યા છે.
- 8:45 pm: સ્પીકરે કહ્યું- CM કેજરીવાલ ધરપકડ બાદ પણ રાજીનામું નહીં આપે
- 8:35 pm: ED ઓફિસ તરફ જતા રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું, કલમ 144નું બોર્ડ પણ લગાવવામાં આવ્યું.
- 8:32 pm: ED ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
- 8:30 pm: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસની બહાર પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
- 8:29 pm: CM અરવિંદ કેજરીવાલના ઘરે કલમ 144 લાગુ. સીએમ કેજરીવાલના ઘરની બહાર વધતી ભીડને કાબૂમાં લેવા માટે આવું કરવામાં આવ્યું છે.
- 8:18 pm: AAP કાર્યકર્તાઓ અને નેતાઓ કેજરીવાલના આવાસની બહાર ભેગા થઈ રહ્યા છે, દિલ્હીના સીએમ આવાસની બહાર જોરદાર સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે.
- 8:10 pm: સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રકાશમાં આવ્યું છે કે EDએ CM કેજરીવાલનો ફોન જપ્ત કરી લીધો છે.
- 8:06 pm: AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રીના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે, આગળ શું કરવામાં આવશે તે ખબર નથી. પરંતુ ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જણાય છે.
- 8:01 pm: દિલ્હીના સીએમ કેજરીવાલના ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આરએએફની ટીમ પણ આવી પહોંચી હતી. પેરા મિલિટરી ફોર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Arvind Kejriwal સામે એક્શન લેવાતા AAP ની આડોડાઇ, સમર્થકોને રસ્તા પર ઉતરવાની અપીલ…
આ પણ વાંચો : Arvind Kejriwal : 9 સમન્સ આપ્યા છતાં કેજરીવાલ ED સમક્ષ હાજર ન થયા, હવે SC નો દરવાજો ખટખટાવ્યો…
આ પણ વાંચો : Delhi : શું દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની થશે ધરપકડ? ED ની ટીમ ઘરની અંદર પહોંચી…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ