Surat: કાપોદ્રા પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી, ક્રાઈમ બ્રાન્ચે શકમંદોની કરી અટકાયત
- સુરતના કાપોદ્રાની હીરા કંપનીના રત્ન કલાકારની હત્યાનું ષડયંત્ર
- સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ
- શંકાસ્પદ ચારથી પાંચ લોકોને પોલીસે અટકાયતમાં લીધા
- તમામની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી
સુરતનાં કાપોદ્રાની હીરા કંપનીમાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. હવે તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ ચાર થી પાંચ લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમજ પોલીસે તમામની પૂછપરછ પણ હાથ ધરી છે.
રત્નકલાકારોનાં નિવેદન લીધા
કાપોદ્રા પોલીસ દ્વારા સમગ્ર મામલે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. તેમજ ડીલર અને સબડીલરની પણ તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ દ્વારા 50 થી વધુ રત્ન કલાકારોનાં નિવેદન લેવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા પાંચ શકમંદ રત્ન કલાકારોની પૂછપરછ હાથ ધરી છે. 118 માંથી 4 આઈસીયુ સહિત 16 રત્નકલાકારો હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચોઃ Gandhinagar: પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સ્પેશ્યલ ડ્રાઈવ, 3 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા
પીવાના પાણીમાં સેલ્ફોસ ભેળવવામાં આવ્યું
કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ છે. જેમાં પીવાના પાણીમાં એલ્યુમિનિયમ સેલ્ફોસ ભેળવી હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કાપોદ્રા પોલીસની ટીમ અનભ જેમ્સમાં પહોંચી છે. પોલીસની ટીમ દ્વારા કંપનીમાં કામ કરતા રત્ન કલાકારોની પૂછપરછ કરાશે. કાપોદ્રાના અનભ જેમ્સના રત્નકલાકારોને ઝેરી દવાની અસરનો મામલો ચકરાવે ચઢ્યો છે. જેમાં 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ અને 14 રત્નકલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં તમામ લોકોની તબિયત હાલ સુધારા પર છે. દવાની અસર થાય તે પહેલા જ રત્ન કલાકારોની સારવાર શરૂ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ Gandhinagar : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જીલ્લામાં પડશે વરસાદ
મેનેજર તરફથી કહેવામાં આવ્યું કે પાણીમાં કોઈએ ઝેરી દવા ભેળવી છે
હવે રત્ન કલાકારોને તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે. બ્લડપ્રેશર ડાઉન થતા ડાયમંડ હોસ્પિટલમાં ચાર રત્ન કલાકાર ICUમાં ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે. જેમાં રત્નકલાકારે જણાવ્યું કે તેઓ સવારથી કુલરનું પાણી પીતા હતા. જેમાં દસ વાગ્યે મેનેજર તરફથી કહેવામાં આવ્યું કે પાણીમાં કોઈએ ઝેરી દવા ભેળવી છે. ત્યારબાદ તમામ રત્નકલાકારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી 4 નવી એમ્બ્યુલન્સનો ઉમેરો