Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Arjuna ઉવાચ : કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયથી દુર રહેવું જોઇતું હતું

Arjun Modhwadia : કોંગ્રેસે (Congress) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણને ફગાવી દીધું છે. પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી કાઢવામાં આવ્યું...
08:07 PM Jan 10, 2024 IST | Vipul Pandya
Arjun Modhwadia

Arjun Modhwadia : કોંગ્રેસે (Congress) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણને ફગાવી દીધું છે. પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી કાઢવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં. જો કે આ મુદ્દે હવે કોંગ્રેસમાં જ 2 ફાંટા પડી ગયા છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia,) એ ટ્વિટ કરીને નારાજગી પ્રગટ કરી છે કે કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયથી દુર રહેવું જોઇતું હતું. Arjun Modhwadia એ લખ્યું કે આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે.

અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે.

કોંગ્રેસ (Congress)ના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ગયા મહિને કોંગ્રેસ (Congress) અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ (Congress) સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ (Congress) પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં યોજાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરી, 2024. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ RSS/BJP એ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે.

ઉદ્ઘાટન સ્પષ્ટપણે ભાજપ અને RSS ના નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે

તેમણે વધુમાં કહ્યું કે, અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટપણે ભાજપ (BJP) અને RSS ના નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે. 2019 ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરીને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને આદર આપતા લાખો લોકોની ભાવનાઓને માન આપીને RSS/BJP તરફથી આ કાર્યક્રમના આમંત્રણને સ્પષ્ટ અને આદરપૂર્વક નકારી કાઢ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર VHPનું કહેવું છે કે જો કોંગ્રેસ આવવા નથી માંગતી તો તે તેમની પસંદગી છે. અમે આમંત્રણ મોકલ્યા છે, જો તેઓ આવવા માંગતા ન હોય તો કોઈ વાંધો નથી.

કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયથી દુર રહેવું જોઇતું હતું

જો કે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ભગવાનશ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે અને કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયથી દુર રહેવું જોઇતું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાના આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસમાં જ 2 ફાંટા પડી જતાં કોંગ્રેસની પણ મુશ્કેલભરી સ્થિતી ઉભી થઇ છે.

હું જલ્દી રામચન્દ્રજીના દર્શન કરવા જઇશ

બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે પણ ટ્વિટ કરીને કહ્યું કે હું મન, વચન કર્મથી બ્રાહ્મણ છું . રામ મંદિર નિર્માણની ગૌરવશાળી ક્ષણો પર હાજર રહેવાનું નિમંત્રણ મને મળ્યું હોત તો હું બેશક જાત...મારો સંકલ્પ છે કે હું જલ્દી રામચન્દ્રજીના દર્શન કરવા જઇશ..જય શ્રી રામ

આ પણ વાંચો---CONGRESS : સોનિયા-ખડગે-અધિર રામ લલ્લાના અભિષેકમાં હાજરી આપશે નહીં…

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

 

Tags :
Arjun ModhwadiaAyodhyaBJPCongressGujarat Firstrahul-gandhiram mandirram mandir pran pratishthaSonia Gandhi
Next Article